બાયડની સારસ્વત હાઇસ્કૂલમાં શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ, આજરોજ શાળામાં મેનેજીંગ ટ્રસ્ટી સમીર બેગ મીરજા સાહેબ, જઅમાતે હિન્દ ખેડા, અરવલ્લી સંયોજક શ્રી હબીબભાઈ શેઠ, મોડાસા રેડિયન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના સેક્રેટરી શ્રી લતિફભાઇ સાહેબ, એફ ડી હાઇસ્કુલ અમદાવાદના પૂર્વ પ્રિન્સીપાલ અને એકલવ્ય એવોર્ડ વિજેતા શ્રી મહંમદહુસેન ગેણા સાહેબ, પૂર્વ આચાર્ય શ્રી એ.કે. બલોચ સાહેબ,
કાર્ય પ્રમુખના આમંત્રણ વક્તા પૂર્વ શિક્ષક બોરલ હાઈસ્કૂલ શ્રી ડી.એન.મલેક સાહેબ, શાળાના પૂર્વ ક્લાર્ક નબીભાઈ મિર્ઝાની ઉપસ્થિતિમાં માર્ચ ૨૦૨૨માં પરીક્ષા આપતા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. તેમાં શાળાના આચાર્ય શ્રી આરીફભાઈ મિર્ઝાએ મહેમાનનું સ્વાગત કરી પરીક્ષાર્થીઓને જ્વલન સફળતા મેળવવા શુભેચ્છા પાઠવી હતી.
જમાઅતે હિન્દના સંયોજક શ્રી એ શાળાના તમામ વિદ્યાર્થીઓ ને પેન ભેટરૂપે આપી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા ૨૦૨૨ માં પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આવેલ વિદ્યાર્થીઓની માટે રોકડ ૨૦૦-૨૦૦-૨૦૦ ઇનામ વર્ગ શિક્ષકને અગાઉથી સુપ્રત કર્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.શ્રી ગેણા સાહેબી ખૂબ જ ઊંડાણપૂર્વક ની સમજ આપતું વક્તવ્ય આપી સૌને ભાવ-વિભોર કર્યા હતા. અને પરીક્ષાલક્ષી વાતો કરી હતી.
વક્તા ડી.એન.મલેક પોતાની આગવી શૈલીમાં શેરો શાયરી અને ટૂંકી વાર્તા ના ઉદાહરણ થકી ધારદાર વક્તવ્ય આપ્યું હતું વિદ્યાર્થીઓની કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી વર્ગ શિક્ષક મિત્રો અને શિક્ષકોની શુભેચ્છા મોમેન્ટ આપવામાં આવ્યા હતા. અંતે સ્ટાફ મિત્રો દ્વારા તમામ શાળાના વિદ્યાર્થીઓને કેવડો પેડા ખવડાવી શુભેચ્છા પાઠવી હતી.