બાયડ તાલુકા પત્રકાર એકતા સંગઠનના હોદ્દેદારોની નિમણૂંક કરાઈ

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ગુજરાત રાજ્યના ૩૦ જિલ્લાઓમાં કારોબારી ધરાવતા રાજ્યના એકમાત્ર પત્રકાર એકતા સંગઠન (ગુજરાત) દ્વારા તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ નવીન કારોબારીની રચના માટે બેઠકોનો દોર ચાલુ છે.
ત્યારે સંગઠન એજ શક્તિ ના સૂત્ર સાથે આજના સમયમાં સંગઠનની એકતા અનિવાર્ય બની છે. જેમાં પત્રકાર એકતા સંગઠન બાયડ તાલુકા કક્ષાએ વધુ મજબૂત બને તે માટે કારોબારીની રચના કરવા માટે બાયડ તાલુકાની પત્રકારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર આયોજન પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા, પ્રદેશ પ્રભારી ગૌરાંગ પંડ્યા, ઝોન ૬ના પ્રભારી ભરતસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ અને અરવલ્લી જિલ્લા પ્રમુખ વિપુલભાઈ રાણા ના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. જેમાં અરવલ્લી જિલ્લાના હોદ્દેદારો અને બાયડ તાલુકાના પત્રકાર મિત્રો જાેડાયા હતા.
આ બેઠકમાં બાયડ તાલુકાના પત્રકારોની વિવિધ હોદ્દાઓ પર સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખપદે વરુણ ભાઈ પટેલ, ઉપપ્રમુખ પદે જગદીશ ભાઈ સોલંકી, સતિષભાઈ સોલંકી, સુનીલ પરમાર,મુકદદસ બ્લોચ ની. નિમણૂંક કરવામાં આવી હતી.
જ્યારે મહામંત્રી પદે હેતન ભાઈ જાેશી,અશોકભાઈ પટેલ ,સંજય પરમાર, કેતનભાઈ .પટેલ અને મંત્રી તરીકે દિલીપભાઈ પુરોહિત,હરેશભાઇ સોલંકી,રાકેશ ઝાલા,ભુપેન્દ્રસિંહ ઝાલા તથા સલાહકાર તરીકે મહેશભાઈ પટેલ અને પરેશભાઈ પંચાલ,ખજાનચી તરીકે ઇશાકભાઈ મન્સૂરી,આઇટી સેલમા મયુર પુરોહિત.
ગૌતમભાઈ ખાંટ,અને સચિનભાઈ શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સમગ્ર બેઠકનું આયોજન બાયડ – ધનસુરા રોડ પર આવેલી દર્શન હોટલમાં બાયડ વિસ્તારના અને જિલ્લા કારોબારીમાં હોદ્દા સંભાળતા જગદીશભાઈ પ્રજાપતિ,પીયૂષભાઈ ચમાર અને બાબરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે પ્રીતિભોજ કરી સૌ છુટા પડ્યા હતા.