કારચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો -વૃક્ષ સાથે કાર અથડાતા યુવકનું મોત
વિજાપુર, વિજાપુર હીરપુરા ખાતે આવેલા તમાકુના ખેતરમાં મજુરી કામ કરતો ઈસમ કારમાં બેસીને જતો હતો ત્યારે જેપુર ત્રણ રસ્તા પાસેે કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
જેથી કારમાં બેઠેલા ઈસમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. જેથી મૃતકના નાના ભાઈએ તાલુકા સિવિલ હોસ્પીટલમાં મૃતકનું પીએમ કરાવી પોલીસ મથકે ફરીયાદખ નોંધાવી છે.
આ અંગેની પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હિરપુરા ગામે આવેલા નેરન્દ્રભાઈ બહેચર ભાઈ પટેલની તમાકુની કંપનીમાં છ માસથી મજુરી માટે મૂળ બુટડી, તા.રેવદર, શિહોરીથી આવેલો મજુરી કરતા સુરેશકુમાર જાેરારામ રાત્રીના દશ વાગ્યે ગાડી નં જીજે ૦ર સી.પી.૦૧૬૮ નંબરવાળી કારમાં બેસી જપુેર ત્રણ રસતા પાસે જતા હતા
ત્યારે રસ્તામાં કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી તેમાં બેઠેેલા સુરેશભાઈનું અકસ્માતમાં મોત નિપજ્યુ હતુ. જેની જાણ પરિવારના લોકોને કરતા તેઓ વિજાપુર મુકામે પહોંચ્યા હતા. જ્યાં મૃતકનું પીએમ કરાવી કારના ચાલક સામે નાના ભાઈ મુકેશકુમાર જાેરારામે પોલીસ ફરીયાદ નાંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.