Western Times News

Gujarati News

ખેડાના આયુષ તબીબોની પડતર માંગોને લઈને આંદોલનની ચીમકી

પ્રતિકાત્મક

નડિયાદ, ખેડા જિલ્લાના આયુષ તબીબોની પડતર માંગણીઓને લઈને એક મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં આગામી દિવસોમાં કરવાના કાર્યક્રમો અંગેની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જરૂર પડે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

આ અંગેની વધુ માહિતી જાેવામાં આવે તો, તારીખ ૩-૪-૨૦૨૨ના રોજ સાંજે ૪.૦૦ કલાકે ઓનલાઈન આયુષ વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩ના તમામ ટીચર્સ, ઈએસઆઈએસ સહિતના એસોસીએશનની ગુગલ મીટના માધ્યમથી એક ઓનલાઈન મીટીંગ યોજાઈ હતી.

જેમાં એનપીપીએ સાતમાં પગારપંચ મેળવવા આગામી દિવસમાં કરવાનાં થતાં કાર્યક્રમો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સોમવારે તમામ આયુષ ડોક્ટરોએ જમણા હાથે કાળી પટ્ટી ધારણ કરી સરકાર દ્વારા આયુષ તબીબોને એનપીપીએ ન આપવાનો અમે વિરોધ કરીએ છીએ તે અંગેના વિડિયો બનાવશે.

જ્યારે ઈન સર્વિસ આયુષ ડોક્ટર ફોરમની રચના કરાવવાની રહેશે, મંગળવારે ફેડરેશનના સંયુક્ત લેટરપેડ પર સરકારની તમામ સંબંધિત કક્ષાએ રજુઆત કરવી તથા આવેદન આપવામાં આવશે. ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર ફોરમ સાથે ઓફિશિયલ જાેડવાનું નક્કી કરવામાં આવ્યું છે.

મંગળવાર સાંજ સુધીમાં જાે સરકાર તરફથી એનપીપીએ બાબતે કોઈ પોઝીટીવ આદેશ ન થાય તો આગળના દિવસોમાં હડતાલ પર જવાનું નક્કી કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.