અભિનેત્રી કરીનાની કાર સાથે અથડાયો ફોટોગ્રાફર

મુંબઇ, બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન સોમવારે તેની દોસ્ત મલાઈકા અરોરાને મળવા પહોંચી હતી. કારણકે, મલાઈકા અરોરાને રોડ અકસ્માત નડતા તે ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારે કરીના જ્યારે મલાઈકાને મળીને તેના ઘરેથી બહાર નીકળી રહી હતી ત્યારે એક ચોંકાવનારી ઘટના બની. જેમાં કરીનાની કારના કારણે એક ફોટોગ્રાફરના પગમાં ઈજા પહોંચી હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં કરીના તેના ડ્રાઈવરને પાછળ જાઓ તેવું બૂમો પાડીને કહેતી જાેવા મળી રહી છે. ત્યારબાદ ફોટોગ્રાફરને કહે છે કે ફોટો ક્લિક કરતી વખતે દોડશો નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોની કેપ્શનમાં એવું લખવામાં આવ્યું છે કે અમારા એક સાથી ફોટોગ્રાફરનો પગ કારના રસ્તે આવી ગયો. આ ઘટના ત્યારે બની કે જ્યારે કરીના કપૂર ખાન ઘરેથી બહાર નીકળી રહી હતી. શનિવારે મુંબઈ-પૂણે હાઈવે પર બોલિવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ની કારનો એક્સિડન્ટ થયો હતો.
એક રાત હોસ્પિટલમાં વિતાવ્યા બાદ રવિવારે સવારે મલાઈકાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ઈટાઈમ્સના રિપોર્ટ અનુસાર, મલાઈકા અરોરાને હોસ્પિટલથી ઘરે લાવવા માટે તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર પહોંચ્યો હતો.
મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાએ પણ પુષ્ટિ કરી છે કે, એક્ટ્રેસ ડિસ્ચાર્જ થઈને ઘરે આવી ગઈ છે. અમૃતા અરોરાએ કહ્યું, મલાઈકા ઘરે આવી ગઈ છે અને તબિયત સુધારા પર છે. થોડાક દિવસમાં તે સંપૂર્ણપણે સાજી થઈ જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મલાઈકાના કપાળમાં થોડા ટાંકા લેવામાં આવ્યા છે.
આ અંગે અમૃતાને સવાલ પૂછાતાં તેણે જવાબ આપવાનું ટાળ્યું હતું. મલાઈકા અરોરાને નવી મુંબઈમાં આવેલી અપોલો હોસ્પિટલમાંથી રવિવારે સવારે રજા આપવામાં આવી હતી. શનિવારે ખાલાપુર ટોલ પ્લાઝા નજીક મલાઈકાની કારને અકસ્માત નડ્યો હતો.
મલાઈકાની કાર હાઈવે પર અન્ય બે કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મલાઈકાને સામાન્ય ઈજા થઈ હતી. તેનો CT સ્કેન કરવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે.SSS