મહામારીમાં પણ અમૂલનાં ટર્નઓવરમાં ૧૯ ટકાની વૃધ્ધિ
આણંદ, અમૂલ દૂધની કંપનીના ટર્નઓવરમાં સૌથી મોટો વધારો નોંધાવ્યો છે. કંપનીનું વાર્ષિક ટર્નઓવર ૧૯ ટકા વધી ૧૦ હજાર ૨૨૯ કરોડ પર પહોંચ્યુ છે. ગત વર્ષે કંપનીમાં દૂધની ૧૩૧ કરોડ લીટર થઈ હતી. જ્યારે ચાલુ વર્ષે કંપનીમાં દૂધની ૧૫૦ કરોડ લીટર દૂધની આવક થઈ છે.
ગત વર્ષ કંપનીએ ૩૨૦ કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. જ્યારે આ વર્ષે કંપનીએ ૩૫૦ કરોડ રૂપિયાની ખેડૂતોને ચૂકવણી કરી છે. જેમાં ૯.૩૭ ટકાનો વધારો થયો છે. અમૂલ કંપનીએ દેશનું નામ વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ કર્યું છે. ડેરીએ વર્ષ ૨૦૨૧-૨૨ માં સારો દેખાવ કર્યો છે.
સામાન્ય રીતે વર્ષ ૨૦૨૧-૨૨ આંતરરાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખૂબ જ કપરું હતું, તેમ છતાં અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૧૦,૨૨૯ કરોડને પાર કરી ગયું છે. જે સંઘના ઇતિહાસમાં સર્વાધિક છે. જે ગત વર્ષના રૂપિયા ૮૫૯૮ કરોડની તુલનામાં ધંધાની કુલ ૧૯ ટકા વૃદ્ધિ દર્શાવે છે.
સંઘના વ્યવસાયમાં કલકત્તા, પૂણે તથા મુંબઇ સહિત સમગ્ર રીતે સંતોષકારક વધારો થયેલો હોવાનું ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું. ગુજરાતની અને વિશ્વવિખ્યાત અમુલ ડેરી મામલે મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્યની અમુલનું વાર્ષિક ટર્ન ઓવર ૧૦ હજાર કરોડને પાર થઇ ગયું છે.
અમુલના વાર્ષિક ટર્ન ઓવરમાં ૧૯ ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. ગત વર્ષે દૂધની આવક ૧૩૧ કરોડ લીટર થઈ હતી. ચાલુ વર્ષે દૂધની ૧૫૦ કરોડ લીટરની આવક થઈ છે. ખેડૂતોને કંપનીએ ૩૫૦ કરોડ રૂપિયાની ચૂકવણી પણ કરી છે. ખેડૂતોને ચૂકવણીમાં ૯.૩૭ કરોડ રૂપિયાનો વધારો નોંધાવ્યો છે. ગત વર્ષે ૩૨૦ કરોડ અંતિમ ભાવની ચુકવણી થઈ હતી. જેમાં ચાલુ વર્ષે ૩૫૦ કરોડથી વધુ રકમ ખેડૂતોને ચૂકવાઈ છે.SSS