અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ ગામમાં જઈ લાઈબ્રેરીની મુલાકાત કેમ લીધી

અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ આકરુન્દ ગામે લાઈબ્રેરીની મુલાકાત લીધી
(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લા પોલીસ વડા એ આકરુન્દ ગામે આવેલ સંદેશ લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી. પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી નિર્માણ પામેલ અત્યાધુનિક સંદેશ લાયબ્રેરી ની અનેક મહાનુભાવો મુલાકાત લે છે ત્યારે સંદેશ લાઈબ્રેરીને જેઓનું માર્ગદર્શન સતત પ્રાપ્ત થઈ રહ્યું છે.
એવા અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત એ લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને પોલીસ ભરતી પરીક્ષા અંતર્ગત વ્યક્તિગત પ્રશ્નોત્તરી કરી હતી અને સાથે માર્ગદર્શન આપ્યું હતું જે બદલ આચાર્ય ઈશ્વરભાઈ પ્રજાપતિ એ હૃદય પૂર્વક આભર માન્યો હતો.