ધનસુરામાં પાણીની સગવડ માટે બોર-હેડપંપ બનાવાયો

(પ્રતિનિધિ) બાયડ, ધનસુરા વડાગામ રોડ પર જી.ઇ.બી ની સામે આવેલ ચારીમાં લોકો ને પાણી ની સમસ્યા હતી અહી વસતા લોકો અને પશુઓને પાણીની સગવડ ની જરૂરિયાત હતી જેથી લોકો અને પશુઓ ને પાણી માટે તકલીફ પડતી હોવાથી અહી તાત્કાલિક બોર(હેડપંપ) ની સગવડ કરી આપી હતી
તાલુકા પંચાયત ધનસુરા-૨ ના સદસ્ય ઠાકોર પુષ્પાબેન જીતેન્દ્ર કુમાર ધ્વારા આ સગવડ કરી આપવામાં આવી હતી પુષ્પાબેન ધ્વારા બોર મંજૂર કરી અપાયો હતો અને બોર નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ બોર માં પાણી આવતા લોકો ખુશ છે
અને ઉનાળામાં પાણી થી રાહત થશે જેને લઈ આજુબાજુ ના લોકો અને પશુઓને પણ પાણી ની સગવડ મળશે જેને લઇ આજુબાજુ વસવાટ કરતા લોકોએ આ માટે તાલુકા પંચાયત ના સદસ્ય પુષ્પાબેન ઠાકોર નો આભાર માન્યો હતો.