ટ્રક માલિકોએ કવોરી સંચાલકને જાનથી મારી નાંખવાની ધમકી આપી

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના અસનાવી ગામે મોની મિનરલ કવોરી ચલાવતા પ્રીત સંજયભાઈ મેઘાણી મૂળ ભાયાવદર તા.ઉપલેટા જી.રાજકોટ ના રહેવાસી છે.ગતરોજ સાંજે તેઓ તેમની કવોરીની સ્ટોર ઓફિસ બહાર ઊભા હતા.
ત્યારે તેમની કવોરીમાં રવાલી માં ચાલતી ટ્રકોના માલિકોએ મિનરલ પ્લાન્ટ કર્મચારીઓને ધમકાવીને પલાન્ટ બંધ કરાવી દીધો હતો અને પ્રીત મેઘાણી પાસે તેઓ આવ્યા હતા અને માં બેન સમાણી ગાળો બોલી બોલતા હતા કે રવાલી માં ભાવ વધારો કેમ નથી કરતો તેમ કહી સળિયા વડે પ્રિત મેઘાણી પર હુમલો કર્યો હતો.
આ દરમિયાન હુમલાખોરોનો ઉપરાણું લઈ અન્ય ઈસમો પણ પ્રીત મેઘાણીને ઢીકાપાટુનો માર મારવા લાગેલા તે દરમિયાન અન્ય ઈસમો આવી જતા તેને વધુ માર માંથી બચાવ્યો હતો.હુમલો કરનાર ઈસમો જતા જતાં જણાવતા હતા કે જાે અમને પૂછ્યા વગર પ્લાન્ટ ચાલુ કરશે તો જાનથી મારી નાખીશું તેમજ અમારા ત્યાં કમાવવા આવ્યો છે
અને અમને દબાવે છે તેમ કહી ઈકો માં બેસી જતા રહ્યા હતા.જેથી પ્રીત સંજયકુમાર મેઘાણીએ (૧) રામદેવ ફતેસીંગ વસાવા (૨) શશીકાંત જેઠા વસાવા (૩) વિનોદ કંચન વસાવા ત્રણે રહે.ઝરીયા (૪) અશોક ભૂલા વસાવા રહે.અસનાવી વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.