ગામના બાહોશ યુવાને મગરના જડબામાંથી પોતાને છોડાવી જીવ બચાવ્યો

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નો સંજય સુમનભાઈ વસાવા છૂટક મજૂરી તથા ખેતી પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.આજરોજ બપોરે સંજય? તથા? તેની પત્ની રાણીપુરા ગામના નર્મદા કિનારના ખેતરમાં ઘાસ કાપવા ગયો હતો.તે દરમ્યાન પીવાનુ પાણી ભરવા તે? નર્મદા કિનારા પર ઘુટણ સમા?
પાણીમાં ઉતરો હતો ત્યારે અચાનક પાણીમાં મગર આવી જતા તેને જમણા પગની જાંઘ માંથી જડબામાં પકડી લઈ તેને મગર ખેંચી ગયો હતો.સંજય હિંમતપૂર્વક મગર નો સામનો કરી એકવાર મગરની ચંગુલમાથી છુટી બહાર? આવતો હતો ત્યારે મગર ફરીથી તેને પાણીમાં ખેંચી ગયો હતો.
.સંજયે ફરી હિંમત પૂર્વક મગર સાથે બાથ? ભીડી મગરના જડબાં માંથી મુક્ત થયો હતો.પાણી માંથી બહાર આવી? બુમાબુમ કરતા તેની પત્ની તથા આજુબાજુના ખેતરોમાં કામ કરતા લોકો તેની મદદે આવ્યા હતા.મગર સાથેની ઝપાઝપી દરમ્યાન સંજયના જમણા પગની જાંઘ પર ગંભીર ઈજા તથા હાથના પંજા પર ઈજાઓ પહોંચી હતી.
ગંભીર રીતે ઘવાયેલા સંજય વસાવાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે એ ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યાં તેનું જાંઘમાં ઓપરેશન કરી ટાંકા લેવામાં આવ્યા હોવાનું તબીબો દ્વારા જણાવાયું છે.