Western Times News

Gujarati News

દેશમાં આ વર્ષે પણ કોલસાની કટોકટી સર્જાઈ તેવી સંભાવના વ્યકત કરાઇ

નવીદિલ્હી, દેશમાં આ વર્ષે પણ કોલસાની કટોકટી સર્જાઈ શકે છે. વાસ્તવમાં, દેશની સૌથી મોટી કોલસા ઉત્પાદક સરકારી કંપની કોલ ઈન્ડિયા પાવર પ્લાન્ટ્‌સને કોલસાની સપ્લાયમાં પ્રાથમિકતા આપી રહી છે, જેના કારણે કોલસા પર ર્નિભર એવા ઉદ્યોગોની સામે સપ્લાયની તંગી સર્જાઈ છે.

ઉનાળાની સિઝન આવી ગઈ છે અને આવી સ્થિતિમાં વીજળીની માંગ વધી છે. અને એવું માનવામાં આવે છે કે આગામી સમયમાં વીજળીની માંગ વધુ વધી શકે છે.

પાવર પ્લાન્ટ્‌સમાં નિર્ધારિત લક્ષ્યાંક કરતાં કોલસાનો સ્ટોક ઓછો છે. જેના કારણે કોલ ઈન્ડિયા પાવર પ્લાન્ટ્‌સને કોલસાનો પુરવઠો વધારી રહી છે. પાવર પ્લાન્ટ્‌સમાં કોલસાનો સ્ટોક ઘટીને ૨૫.૨ મિલિયન ટન થયો હતો, જે કોલસા મંત્રાલય દ્વારા નિર્ધારિત ૪૫ મિલિયન ટનના લક્ષ્યાંક કરતાં ઓછો છે.

અહેવાલો અનુસાર, કોલ ઈન્ડિયા ૨,૭૫,૦૦૦ ટન કોલસાનો સપ્લાય બિન-પાવર વપરાશકર્તાઓને કરતી હતી, જે દરરોજ સરેરાશ ૧૭ ટકા ઘટી છે.

પાવર પ્લાન્ટ્‌સમાં કોલસાનો પુરવઠો વધારવા માટે રેલવે રેકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આવી સ્થિતિમાં કોલ ઈન્ડિયાએ ઔદ્યોગિક ગ્રાહકોને રેલ્વે ગાડીઓની સંખ્યા ઓછી હોવાને કારણે ટ્રકો દ્વારા કોલસો સપ્લાય કરવા જણાવ્યું છે, જે નોન પાવર યુઝર્સને કોલસો સપ્લાય કરશે. ઘટાડો રેલ્વે રેકમાં ૪૦૦૦ ટન કોલસો વહન કરવાની ક્ષમતા હોય છે જ્યારે ટ્રેક એક સમયે માત્ર ૨૫ ટન કોલસો લઈ શકે છે. દેશમાં એલ્યુમિનિયમ, સ્ટીલ, સિમેન્ટ પ્લાન્ટ ઉપરાંત કેમિકલ ફેક્ટરીઓ પણ કોલસા આધારિત છે.

૨૦૨૧-૨૨ કોલ ઈન્ડિયાએ ૬૨૨ મિલિયન ટન કોલસાનું ઉત્પાદન કર્યું છે જે ૨૦૨૦-૨૧માં ૬૦૭ મિલિયન ટન હતું. પરંતુ કોલસાની માંગમાં તેજી આવી રહી છે. રશિયા-યુક્રેનિયન યુદ્ધને કારણે કોલસાના ભાવમાં ભારે વધારાને કારણે આયાતી કોલસા પર ર્નિભર પાવર પ્લાન્ટ્‌સે તેમની ખરીદીમાં ઘટાડો કર્યો છે. બીજી તરફ કોલ ઈન્ડિયા માંગ પૂરી કરવામાં અસમર્થતા દર્શાવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.