Western Times News

Gujarati News

મુર્તઝાના ઘરેથી એરગન મળી,ટેરેસ પર શૂટીંગ શીખતો હતો,પત્નીની પણ પુછપરછ

ગોરખપુર, ગોરખનાથ મંદિરમાં પીએસી જવાનો પર હુમલાનો આરોપી મુર્તઝા અબ્બાસી સતત સંકજાે પોલીસ મજબૂત કરી રહી છે. એટીએસે પણ તપાસ તેજ કરી છે.

એટીએસની ટીમ મુર્તઝાની વધુ તપાસ કરવા માટે તેના સાસરે જૌનપુર પણ પહોંચી હતી, જ્યાં તેની પત્નીની પૂછપરછ કરવામાં આવી હતી. આ પહેલા તપાસ ટીમે મુર્તઝા અબ્બાસીના ઘરની પણ તલાશી લીધી હતી, જ્યાંથી તેમને એરગન મળી આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે છેલ્લા કેટલાક સમયથી ટેરેસ પર એરગનથી શૂટિંગ શીખી રહ્યો હતો.

મુર્તઝા અબ્બાસીના લગ્ન ૨૦૧૯માં શહેરના શાકભાજી માર્કેટમાં રહેતા મુઝફ્ફરલ હકની પુત્રી ઉમ્મે સલમા ઉર્ફે શદમા સાથે થયા હતા. મુઝફ્ફરુલ હકે તપાસ ટીમને જણાવ્યું કે મારી પુત્રીના લગ્ન ૧ જૂન ૨૦૧૯ના રોજ મુર્તઝા અબ્બાસી સાથે થયા હતા, પરંતુ તેના સાસુ મારી પુત્રીને હેરાન કરતા હતા. એટલા માટે અમે લગ્નના થોડા દિવસો પછી સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ દીકરીને અમારા ઘરે પાછી બોલાવી લીધી હતી.

આ અંગે મુર્તઝાની પત્ની ઉમ્મી સલમાએ આતંકવાદી સંગઠન સાથે મુર્તઝાના સંબંધના સવાલ પર કહ્યું કે, મારા સમયમાં કંઈ જ નહોતું. તેની માતા મને પરેશાન કરતી હતી. તેણે મારી સાથે ભાગ્યે જ વાત કરી. ઝાકિર નાઈકનો વીડિયો જાેવાના સવાલ પર સલમાએ કહ્યું કે તેણે ક્યારેય મારી સામે ઉલ્લેખ કર્યો નથી પરંતુ ક્યારેક વીડિયો જાેઈ લેતા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.