Western Times News

Gujarati News

SAP India અને અમૂલે ૬૦ શાળાઓમાં 1 લાખથી વધુ યુવાનોને ડિજિટલ ટ્રેનીંગ આપશે

૧૫ લાખ ભારતીયોના સમાવેશક અને સાતત્યપૂર્ણ સામુદાયિક વિકાસ માટે હાથ મિલાવ્યાં

૨૦,૦૦૦ મહિલાઓને નાણાકીય સાક્ષરતા અને ઉદ્યોગસાહસિકતાની તક અપાશે-ખેડૂતોની આવક અને જીવનયાપન સુધારવા માટે ઈકોલોજિકલ ઈન્ટરવેન્શન હાથ ધરાશે

અમદાવાદ, SAP India અને અમૂલે આજે નોલેજ ટ્રાન્સફર અને ટેક્નોલોજી ક્ષમતા સ્થાપિત કરવા પર કેન્દ્રીત સંયુક્ત સામુદાયિક પહેલની જાહેરાત કરી હતી જે, બાળકો, યુવાનો, મહિલાઓ તથા ખેડૂતો સહિત ૧૫ લાખ ભારતીયોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આણશે. આ પહેલ સમુદાયની સામાજિક ઉદ્યોગસાહસિકતા, કુશળ કાર્યબળની ઉપલબ્ધિ, ડિજિટલ સમાવેશ તથા જાતિય સમાનતાના તફાવતને દૂર કરવા માટે તૈયાર કરાઈ છે.

પાયાના સ્તરે સાક્ષરતા અને સમાવેકતાને પ્રોત્સાહન આપવા માટે એસએપી અને અમૂલે સંયુક્ત રીતે ડિજિટલી સમાવેશક પારિસ્થિતિક તંત્રની રચના કરી છે જે કોડિંગ, અંગ્રેજી ભાષામાં કુશળતા તથા સામાજિક-આર્થિક તકો જેવા ક્ષેત્રોમાં ટેકનિકલ શિક્ષણ અને વ્યાવસાયિક સહાય ઉપલબ્ધ બનાવશે. આ સહયોગ બંને કંપનીઓના દીર્ધકાલીન જોડાણનું કુદરતી વિસ્તરણ છે, જે લાંબાગાળા માટે પર્યાવરણલક્ષી સમુદાયના નિર્માણ માટે બે દાયકા જેટલા સમયથી સંશોધન અને પ્રતિબદ્ધતા પર આધારિત છે.

RS Sodhi_MD_GCMMF and Kulmeet Bawa_ President and MD at village community center

આ જોડાણ અંગે બોલતાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ)ના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે ભારતની આશરે ૬૬ ટકા વસતિ ગ્રામીણ વિસ્તારોમા રહે છે.

ભારતમાં ગામડામાં વસતા મોટાભાગના લોકો જીવનયાપન માટે કૃષિ, પશુપાલન અને ડેરી પર આધાર રાખે છે. વર્ષોના નિરીક્ષણ દરમિયાન અમે એ બાબત નોંધી છે કે વિવિધ સરકારો દ્વારા તેમને બહેતર શિક્ષણ, પરિવહન, નાણાકીય સેવાઓ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે.

સમાવેશક અને સાતત્યપૂર્ણ સામુદાયિક વિકાસના ધ્યેય સાથે અમુલ અને એસએપીએ આ પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના બાળકો અને શિક્ષકોને ગુણવત્તાયુક્ત ડિજિટલ સાક્ષરતા અને કૌશલ્ય વર્ધન તાલીમ ઉપલબ્ધ બનાવાશે.

સોઢીએ વધુમાં જણાવ્યું હતું કે SAP India સાથેનું અમારું જોડાણ આ વંચિત સમુદાયના લોકોમાં આવશ્યક ભાવિ કુશળતાઓ વિકસાવી તેમના સપનાંને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી તેમને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો છે. અમને વિશ્વાસ છે કે રાષ્ટ્ર નિર્માણમાં અને આત્મનિર્ભર ભારતના સર્જનમાં તે અત્યંત મહત્વનું પુરવાર થશે.

પહેલની મુખ્ય વિશેષતાઓ

કોડિંગ અને 21મી સદીની કુશળતાઓઃ ભારતના 5 ટ્રિલિયનના અર્થતંત્રને વેગ આપવા માટે આપણે ડિજિટલ રીતે સાક્ષર હોય તેવા સમુદાયોનો વિકાસ કરવો પડશે. અંતરિયાળ ગામોના નાગરિકોમાં ડિજિટલ સાક્ષરતા, કોડિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને અંગ્રેજીની કુશળતા વિકસાવવા દ્વારા આ કાર્ય પાર પાડવામાં આવશે જેથી નવી શિક્ષણ નીતિને સહેલાઈથી અપનાવી શકાય.

શાળામાંથી કાર્યબળનું પરિવર્તનઃ અંતરિયાળ પ્રદેશના વિદ્યાર્થીઓ સરળતાથી કાર્યબળમાં પરિવર્તિત થઈ શકે તથા તેમની રોજગારીની તકોમાં વધારો થાય તે માટે STEM આધારિત શૈક્ષણિક માહોલ તૈયાર કરાશે. તેનાથી શાળાઓમાંથી ડ્રોપઆઉટ્સની સંખ્યામાં ઘટાડો થવા ઉપરાંત શિક્ષણમાં સુધારો થશે તથા ક્રિટિકલ રિઝનિંગ અને વિશ્લેષાત્મક વિચારોને પ્રોત્સાહન આપવા દ્વારા રોજગારલક્ષી પ્રતિભાશાળી કાર્યદળનું સર્જન કરી શકાશે.

મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતા: ડિજિટલ વિશ્વના વધતાં વ્યાપને કારણે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને ઉદ્યોગસાહસિકતાની વધુ તકો મળી રહી છે.

“રોજગાર લક્ષી ૨૧મી સદીના કૌશલ્યો”ના ભાગરૂપે ૨૦,૦૦૦થી વધુ યુવતીઓને ડિજિટલ-ફાઇનાન્સિંગ કૌશલ્યો અને કાર્યાત્મક સંચારમાં શીખવવામાં આવશે, જેનો ઉદ્દેશ સામાજિક વ્યવસાય ક્ષેત્ર માટે ટેકો મજબૂત કરવાનો અને જાતીય સમાનતા પ્રાપ્ત કરવાનો છે.

ખેડૂતોની આજીવિકાને સહાય આપવીઃ આ પહેલ, સ્થાયી વિકાસનાં બિલ્ડ, ઓપરેટ, ટ્રાન્સફર મોડલ હેઠળ સમુદાયની માલિકી અને ભાગીદારીને આગળ ધપાવવામાં મદદરૂપ થશે. ફળો ધરાવતા રોપાઓનું વાવેતર કરીને, કંપનીઓ જૈવવિવિધતામાં સુધારો કરવામાં, જમીનનું ધોવાણ ઘટાડવામાં અને ગ્રીન કવર વધારવામાં મદદ કરશે, જેથી ખેડૂતો અને તેમના પરિવારોની આજીવિકાને સહાય મળશે.

એસએપીના ભારતીય ઉપખંડના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર કુલમીત બાવાએ જણાવ્યું હતું કે, “ભારતની સર્વસમાવેશક અને મજબૂત ટકાઉ અર્થવ્યવસ્થાની સફરને આકાર આપવામાં ટેકનોલોજી ઉત્પ્રેરક તરીકે કામ કરી શકે છે.

સ્માર્ટ સિટીઝ અને ભવિષ્યલક્ષી ગતિશીલતા જેવા શહેરી વિકાસના પ્રોજેક્ટ્સ આ સંભવિતતાનું પ્રતિબિંબ દર્શાવ છે, પરંતુ ભારતની સાચી પ્રગતિ તેના ગામોના વિકાસ અને સશક્તિકરણમાં રહેલી છે.

અમૂલ સાથેનું અમારું કાર્ય આ વિઝનનું વિસ્તરણ છે અને તે નાગરિકોને સફળ થવા માટે જરૂરી માહિતી અને સાધનો પ્રદાન કરશે. સાતત્યતા અંગેની કામગીરીમાં ભારત વૈશ્વિક નેતૃત્વ પૂરું પાડી રહ્યું છે ત્યારે, આપણા જેવું જોડાણ એવા સર્વસમાવેશક અને સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે મહત્વનો પાયો પૂરો પાડશે જેમાં કોઈ પાછળ નહીં રહી જાય.

ભારતમાં ડિજિટલ અસમાનતા દૂર કરવા માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અમૂલ અને એસએપી ઈન્ડિયાની સંયુક્ત પહેલનું નેતૃત્વ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.