અલ્લુ અર્જુને ટ્રાફિક નિયમ તોડતા હૈદરાબાદ પોલીસે પકડ્યોઃ 700 રૂપિયાનો દંડ

હૈદરાબાદ, ટોલિવૂડ સુપરસ્ટાર અલ્લુ અર્જુન ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ને કારણે ચર્ચામાં હતો. 2021માં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. એક્ટરની સાથે સાથે એક્ટ્રેસ રશ્મિકા મંદાના, ફહાદ ફાસિલ તથા સામંથા રૂથ પ્રભુ પણ ચર્ચામાં આવ્યા હતા.
હવે ફિલ્મની જેમ જ રિયલ લાઇફમાં પણ પુષ્પા રાજ એટલે કે અલ્લુ અર્જુને ટ્રાફિક નિયમ તોડ્યો છે અને તેને કારણે દંડ ભરવો પડ્યો છે. હૈદરાબાદ પોલીસે દંડ વસૂલ્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અલ્લુ અર્જુને ટ્રાફિક નિયમ તોડતા દંડ ભરવો પડ્યો હતો. હૈદરાબાદ પોલીસે એક્ટરની લક્ઝૂરિયસ કાર લેન્ડ રેન્જ રોવરનું ચલણ કાપ્યું હતું. એક્ટરે 700 રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, કાળા કાચવાળી કારમાં બેઠેલાં અલ્લુ અર્જુનને પોલીસે હૈદારાબાદના બિઝી સેન્ટર પાસે અટકાવ્યો હતો, કારણ કે ભારતમાં કાળા રંગના કાચ કારમાં લગાવી શકાતા નથી. જોકે, આ બૅન હોવા છતાંય અનેક સેલેબ્સ કારમાં આનો ઉપયોગ કરે છે, પરંતુ પોલીસ પણ કડક કાર્યવાહી કરતી હોય છે.