હંગેરીઃ ટ્રક સાથે અથડાતાં ટ્રેન પાટા પરથી ઉતરીઃ 5ના મોત

બુડાપેસ્ટ, યુક્રેનના પાડોશી દેશ હંગેરીમાં મંગળવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે ઘણા લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાનું પણ કહેવાય છે.
હંગેરિયન પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના હંગેરિયન શહેર માઇન્ડઝેન્ટમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત સવારે 7 વાગ્યાની આસપાસ થયો હતો. રેલવે ટ્રેક પર ટ્રેનની વચ્ચે એક વાન આવી અને જોરદાર ટક્કર થઈ. જેના કારણે ટ્રેન પણ પાટા પરથી ઉતરી ગઈ હતી.
પોલીસે જણાવ્યું કે માહિતી મળતાની સાથે જ ઘટનાસ્થળે રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. અહીં ઘણા લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હજુ સુધી મૃત્યુઆંક જાહેર કર્યો નથી.
હંગેરિયન સ્ટેટ રેલ્વેએ એક નિવેદનમાં સંકેત આપ્યો છે કે માર્યા ગયેલા તમામ લોકો વાનમાં હતા. દુર્ઘટના સમયે ટ્રેનમાં 22 લોકો સવાર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે આઠને સામાન્ય ઈજા થઈ છે.