અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બાયોરિસર્ચ ખાતે ર્એલ્યુમિનિ મીટનું આયોજન
અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બાયોરિસેર્ચ ઇન્સ્ટિટયૂટ,અડાલજ ખાતે તારીખ 12-10-2019 ના રોજ શરદ પૂનમના પાવન અવસર પર ગરબાનું અને એલ્યુમિનિ મીટનું આયોજન કર્યું હતું.
જેમાં મા ભગવતી ની આરતી કરીને રાસ ગરબા નો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના 450 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંસ્થા તરફથી આમંત્રિત મહેમાનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના આખરે વિધાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે અલગ અલગ પ્રકારના એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતા. જેમાં પ્રિન્સ , પ્રિન્સેસ , બેસ્ટ સ્ટાઇલ , બેસ્ટ ડ્રેસ જેવા અનેકાનેક એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતા.