Western Times News

Gujarati News

આમોદમાં નવરાત્રી અને રમઝાન ટાણે ઠેરઠેર ગંદકીના સામ્રાજ્યથી શાસકો સામે રોષ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ નગરમાં હાલ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોય નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારોભાર રોષ જાેવા મળી રહ્યો છે.આમોદ નગરમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારો તેમની પડતર માંગણીઓને લઈને પ્રતીક ઉપવાસમાં જાેડાયા છે.

ત્યારે નગરમાં ચારે તરફ ગંદકીને કારણે લોકોમાં ભારે કચવાટ જાેવા મળી રહ્યો છે.આમોદ પાલિકાના શાસકો એક તરફ પ્રમુખ ઉપપ્રમુખની વિરુદ્ધ થયેલી અવિશ્વાસની દરખાસ્ત બાબતે રાજકીય સોગઠાબાજી વ્યસ્ત બન્યા છે.બીજી બાજુ સફાઈ કામદારો પ્રતીક ઉપવાસમાં જાેડાઈ સફાઈ કામગીરી બંધ કરી સંપૂર્ણ હડતાળમાં જાેડાયા છે.

જેથી આમોદ નગરમાં મુકેલી કચરપેટીઓ પણ છલકાઈને કચરો રસ્તા ઉપર ઉડી રહ્યો છે.તેમજ બજારમાં લોકો પણ સડેલા શાકભાજી સહિતની વસ્તુઓ રસ્તા ઉપર નાંખતા હોય કચરાના ઢગલાથી જાણે ઉકરડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે અને અસહ્ય ગંદકી અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ત્યારે નગરજનોમાં ગંભીર રોગચાળો ફેલાઈ તેવી દહેશત ફેલાઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.