Western Times News

Gujarati News

પૂર્વ ઝોનમાં 9 ટીપી સ્કીમના રસ્તા ખુલતાં લોકોમાં ખુશીની લહેર

ર૪ મીટર સુધીની પહોળાઈના કુલ ર.૯પ કિમી રસ્તાથી વિકાસનાં નવાં દ્વાર ખૂલશેઃ હાથીજણ-રોપડા-વસ્ત્રાલ સહિતની સ્કીમના રસ્તા ખૂલશે

(એજન્સી) અમદાવાદ, મેગાસિટી અમદાવાદ વસ્તીની દૃષ્ટિએ દેશનું મહત્ત્વપૂર્ણ શહેર બન્યું છે. આજે અમદાવાદમાં આશરે ૭ર લાખની જનસંખ્યા છે અને તે આશરે પપ૦ ચો.કિ. મી.થી વધુનું ક્ષેત્રફળ ધરાવે છે.

ગુજરાતનું આર્થિક પાટનગર એવું આ શહેર દેશનું સ્માર્ટ સિટી પણ હોઈ શાસક ભાજપ લોકોને વધુ સુવિધા પુરી પાડવાના પ્રયાસો કરી રહ્યો છે, જે હેઠળ પૂર્વ ઝોનની નવ ટીપી સ્કીમના રસ્તાને ખોલવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

પૂર્વ ઝોનની વસ્ત્રાલ- રામોલ ટીપી નંબર ૧૦૬મા આરટીઓ રોડથી રિઝર્વેશન એફપી નં.૧૩૯ સુધીમાં ર૪ મીટર લાંબો રોડ ખોલાશે. ઉપરાંત હાથીજણ-રોપડા ટીપી સ્કીમ નંબર ૯૪માં વિવેકાનંદનગરથી ગેરતપુર રેલવે લાઈન (દેવડી સ્કુલ સુધી)માં ૧૮ મીટર પહોળો અને ૪પ૦ મીટર લંબાઈનો રસ્તો ખોલી દેવાશે.

હાથીજણ-રોપડાની ટીપી સ્કીમ નં.૯૪માં ફાઈનલ પ્લોટ નં.ર૬થી ફાઈનલ પ્લોટ નં.૩૦ સુધી ૧ર મીટરનો ૧પ૦ મીટર લંબાઈનો રસ્તો, હાથીજણ-રોપડાની ટીપી સ્કીમ નં.૯૪માં ફાઈનલ પ્લોટ નં.૩/૩થી ફાઈનલ પ્લોટ નં.ર૧/ર સુધીમાં ૧ર મીટર પહોળાઈનો ૧૦૦ મીટર લંબાઈનો રસ્તો પણ ખોલી દેવાશે.

આ ઝોનની હાથીજણ-૩ ટીપી સ્કીમ નં.૭૭માં ફાઈનલ પ્લોટ નં.એકથી ફાઈનલ પ્લોટ નં.૧ર સુધી ૧ર મીટર પહોળાઈનો ૩૦૦ મીટર લંબાઈનો રસ્તો અને ફાઈનલ પ્લોટ નં. ર૬થી ફાઈનલ પ્લોટ નં.ર૭ સુધી ૧ર મીટર પહોળાઈનો પ૦ મીટર લંબાઈનો રસ્તો ખોલાશે.

જયારે વસ્ત્રાલ ટીપી સ્કીમ નં.૧૧૭માં આરએએફ કેમ્પથી સંત કબીર મંદિર સુધીનો ૧ર મીટર પહોળાઈનો ૧ર૦૦ મીટર રસ્તો, નિકોલની ટીપી સ્કીમ નં.૧૧૯ના સત્યમ્‌ પ્લાઝાથી નિકોલ ગામ તરફ જતો ૧ર મીટર પહોળાઈનો ર૦૦ મીટરની લંબાઈનો રસ્તો તેમજ હાથીજણ-૩ ટીપી સ્કીમ નં.૭૭માં ફાઈનલ પ્લોટ નં.૧૪થી સર્વે નં.૩પ૦ સુધીનો ૧૮ મીટર પહોળાઈનો ર૦૦ મીટર રસ્તો ખોલવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે.

દરમિયાન, બોડકદેવના કોર્પોરેટર અને ટીપી કમિટીના ચેરમેન દેવાંગ દાણી કહે છે- પૂર્વ ઝોનની આ નવી ટીપી સ્કીમના કુલ ર.૯પ કિમી લાંબા રસ્તા ખોલી દેવાથી વિકાસના નવા દ્વાર ખૂલશે અને લોકોને ટ્રાફિકજામની સામે રાહત પણ મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.