ભારે ટક્કર બાદ બે કારમાં આગ, ૪ લોકો જીવતા ભડથું
ઝાલાવાડ, ઝાલાવાડ જિલ્લામાં થયેલાં આ ભીષણ રોડ એક્સિડન્ટમાં ચાર લોકો જીવતાં બળી થઇ ગયા હતાં. અહીં બે કાર આમને સામને જાેરથી ટક્કર થતાં બંને કારમાં જબરદસ્ત આગ લાગી ગઇ છે. આગને કારણે એક કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર તેમાં ફંસાઇ રહ્યાં અને જીવતા બળી ગયા. અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રૂપથી ઘાયલ છે. ઝાલાવાડ જિલ્લા હોસ્પિટલમાં તેમનું ઇલાજ ચાલુ છે.
અકસ્માત બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ફાયર બ્રિગેડ બોલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે. પણ ત્યાં સુધીમાં ચાર લોકોનાં જીવ જતાં રહ્યાં હતાં. બાદમાં પોલીસ અને પ્રશાસનનાં આલા અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે મોડી રાત્રે ઝાલાવાડ-ઈન્દોર હાઈવે પર આ અકસ્માત થયો હતો.
ઝાલાવાડ જિલ્લાના રાયપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સુવાંસ ગામ પાસે બે કાર વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી. કાર અથડાતાની સાથે જ તે આગના ગોળામાં ફેરવાઈ ગઈ. માહિતી મળતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને એક કારમાં બે લોકોને બહાર કાઢ્યા હતા, પરંતુ બીજી કારમાં બેઠેલા એક જ વ્યક્તિને બહાર કાઢી શકાયા હતા. બાકીના ચાર આગમાં જીવતા બળી ગયા હતા.
આગ એટલી વિકરાળ હતી કે પોલીસ અને ગ્રામજનો ઇચ્છવા છતાં બચાવી શક્યા ન હતા. આગ ઓલવ્યા બાદ પોલીસે ચારેય મૃતદેહોને બહાર કાઢીને રાયપુરની સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. અકસ્માતમાં માર્યા ગયેલા ચાર લોકો મધ્યપ્રદેશ જિલ્લાના હતા.
પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝાલાવાડના રાયપુરના મથાનિયા ગામના રહેવાસી લોકેન્દ્ર સિંહ અને તેની બહેન આકાંક્ષા કારમાં પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર સુવાંસ ગામ પાસે સોયત બાજુથી સામેથી આવતી બીજી કાર સાથે અથડાઈ હતી.
ટક્કર એટલી જાેરદાર હતી કે તરત જ બંને કારમાં આગ લાગી ગઈ. બીજી કારમાં મધ્યપ્રદેશના ડુંગર ગામના રહેવાસી ૫ લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેમાંથી એક દેશરાજને પોલીસ અને સ્થળ પર હાજર ગ્રામજનોએ બહાર કાઢ્યો હતો, પરંતુ સળગતી કારમાં ૪ લોકો ફસાયા હતા. જેના કારણે તેઓ જીવતા સળગી ગયા હતા.
તે જ સમયે અન્ય કારમાં બેઠેલા લોકેન્દ્ર અને આકાંક્ષાને પણ ગ્રામજનોએ બહાર કાઢ્યા હતા. ત્રણ ઘાયલોને ઝાલાવાડ જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. મૃતકોમાં ભૂરુ, ભાનુપ્રતાપ, ભૂપેન્દ્ર સિંહ અને પ્રખર વ્યાસનો સમાવેશ થાય છે.SSS