વિદ્યાર્થીએ આન્સરશીટમાં લખ્યું “અપુન લિખેગા નહીં સાલા”
નવી દિલ્હી, પુષ્પાઃ ધ રાઇઝ’ને રિલીઝ થયાને ઘણો સમય વીતી ગયો છે, પરંતુ તેના ગીતો અને સંવાદોનો નશો લોકોના માથામાંથી ઉતરી રહ્યો નથી. લોકો તેમના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેને લગતા વીડિયોઝ પોસ્ટ કરી રહ્યા છે, હવે વિદ્યાર્થીઓને ફિલ્મનો એટલો ફિવર ચડી ગયો છે કે તેઓ પરીક્ષામાં પણ તેમની સર્જનાત્મકતા બતાવી રહ્યા છે.
હાલમાં ૧૦મા ધોરણના એક બાળકની આન્સરશીટનું પેજ ટિ્વટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યું છે. અત્યાર સુધી તમે બાળકોને ગીતો અને વાર્તાઓ લખતા જાેયા હશે.
અમુક વાર પેપરમાં તેઓ પાસ કરવાની વિનંતી પણ કરતા હોય છે, પરંતુ આ વિદ્યાર્થીનું વલણ અલગ હતું. પુષ્પાના ચાહક આ વિદ્યાર્થીએ તેની આન્સરશીટ પર સ્પષ્ટ કર્યું કે મે લિખેગા નહીં. વાયરલ થઈ રહેલી આન્સરશીટમાં, ધોરણ ૧૦ના વિદ્યાર્થીએ પેજ પર પહેલાથી જ તેની યોજના સ્પષ્ટ કરી દીધી છે.
ઉત્તરવહીમાં છોકરાએ લખ્યું છે – ‘પુષ્પા, પુષ્પરાજ… અપુન લિખેગા નહીં.’ આ ઉત્તરવહી પશ્ચિમ બંગાળના એક વિદ્યાર્થીની જણાવવામાં આવી રહી છે અને આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેણે પણ આ શીટ જાેઇ તેઓ હસી પડ્યા.
કેટલાક લોકોના મનમાં એ વિચાર આવી ગયો કે આ બાળકને પાસ થવાનો કે નાપાસ થવાનો કોઈ ડર નથી. હવે કોની આન્સરશીટ વાયરલ થઈ રહી છે, તે બરાબર જાણી શકાયું નથી, પરંતુ આ શીટની તસવીર મનોજ સરકાર નામના યુઝરે પોતાના ટિ્વટર એકાઉન્ટ પરથી શેર કરી છે.
લોકોએ જ્યારે આ જાેયું તો તેમને મજા પડી ગઇ છે. જ્યારે મોટાભાગના લોકોએ લાફિંગ ઇમોટિકોન સાથે પ્રતિક્રિયા આપી, એક યુઝરે લખ્યું – આ છોકરાએ પુષ્પા ઘણી વાર જાેઈ લાગે છે. અન્ય એક યુઝરે કહ્યું કે જે શિક્ષકને આ શીટ મળી છે તેમના હાલ શું થયા હશે.SSS