દુનિયાભરમાં સૌથી વધુ રોડ અકસ્માતમાં મોત ભારતમાં થાય છે: ગડકરી
નવીદિલ્હી, રોડ ટ્રાન્સપોર્ટ અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રોડ એક્સિડન્ટ ને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, રોડ એક્સિડન્ટ માં મૃત્યુ પામનારની સંખ્યામાં ભારત દુનિયામાં સૌથી આગળ છે.
ગડકરીએ રાજ્યસભામાં એક પ્રશ્નનો લેખિત જવાબ આપતા કહ્યું હતું કે જીનીવા સ્થિત આંતરરાષ્ટ્રીય રોડ મહાસંઘ દ્વારા પ્રકાશિત વિશ્વ રોડ સાંખ્યિકી (ડબલ્યુઆરએસ) ૨૦૧૮નાં નવા અંકનાં આધારે દુર્ઘટનાઓની સંખ્યા અનુસાર ભારત ત્રીજા સ્થાને છે.
ગડકરીએ કહ્યું હતું કે, રોડ એક્સિડન્ટ માં મરનારની સંખ્યામાં ભારત દુનિયામાં સૌથી પહેલા સ્થાને છે અને ઘાયલ થનારની સંખ્યામાં ત્રીજા નંબરે છે. સંસદને સૂચિત કરવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૨૦માં રોડ એક્સિડન્ટમાં મારનાર લોકોમાં ૧૮ થી ૪૫વર્ષની ઉમરના લોકો ૬૯.૮૦ ટકા હતા.
વધુ એક અન્ય પ્રશ્નનો જવાબ આપતા ગડકરીએ કહ્યું હતું કે કુલ ૨૨ નવા રાજમાર્ગો પરિયોજનાઓનાં વિકાસની પરિકલ્પના કરવામાં આવી છે. તેમાં ૧.૬૩.૩૫૦ કરોડ રૂપિયાનાં ખર્ચ સાથે ૨૪૮૫ કિલોમીટર લાંબા પાંચ એક્સપ્રેસવે અને ૧.૯૨.૮૭૬ કરોડ રૂપિયાના ખર્ચે ૫૮૧૬ કિલોમીટર લાંબા ૧૭ એક્સેસ કંટ્રોલ હાઇવે સામેલ કરવામાં આવ્યા છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ત્રણ ખંડ એટલેકે દિલ્હી-દૌસા-લાલાસોત(જયપુર)(૨૧૪), વડોદરા-અંકલેશ્વર(૧૦૦) અને કૌટા-રતલામ-ઝાબુઆ(૨૪૫)ને આગામી માર્ચ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.SSS