દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં આગ લાગી: ભારે જહેમત બાદ કાબૂમાં આવી
નવીદિલ્હી, દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ૨૪ અકબર રોડ સ્થિત કોંગ્રેસ હેડક્વાર્ટર પર પહોંચી હતી, ત્યારબાદ અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
હજુ સુધી આગના કારણે થયેલા નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી. તેમજ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ અંગે તપાસ ચાલી રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે સાંજે અચાનક મુખ્યાલય સ્થિત મહિલા કોંગ્રેસના કાર્યાલયમાંથી ધુમાડો નીકળતો જાેવા મળ્યો હતો. આ પછી, આગની માહિતી તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને આપવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. લગભગ અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તે જ સમયે, સૂત્રોના જણાવ્યા અનુસાર, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. હાલમાં, આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ માહિતી નથી.
ઉલ્લેખનીય છે કે આજે જ દિલ્હીના મહિપાલપુર વિસ્તારમાં બસ સળગાવવાનો વીડિયો સામે આવ્યો છે. અહીં રૂટ નંબર ૫૩૪ પર ચાલતી ડીટીસીની એસી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
કોઈને કંઈક સમજાય ત્યાં સુધીમાં આખી બસમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે આગની જ્વાળા એટલી તેજ હતી કે નજીકની બે દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ હતી. જાે કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.HS