Western Times News

Gujarati News

માયાનગરી મુંબઈ ટ્રેનમાં જવું હોય તો આ કોચમાં બુકીંગ કરાવજો

પશ્ચિમ રેલવે જોડશે મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર શતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટા ડોમ કોચ યાત્રિઓને બહેતર યાત્રા અનુભવ પ્રદાન કરશે

સન્માનીય યાત્રિઓને બહેતર યાત્રા અનુભવ પ્રદાન કરવાની દ્રષ્ટિએ પશ્ચિમ રેલવે દ્વારા 11 એપ્રિલ, 2022 થી કાયમી ધોરણે ટ્રેન નં. 12009/10 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસમાં એક વિસ્ટા ડોમ કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવે ના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલી એક પ્રેસ સૂચના અનુસાર ટ્રેન નં. 12009/10 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસ માં 11.04.2022 થી 10.05.2022 સુધી એક વિસ્ટા કોચ જોડવામાં આવશે. વિસ્ટાડોમ કોચમાં કાચની બારીઓ, કાચ ની છત, ફરતી સીટો અને એક ઓબ્જગર્વેશન લાઉન્જ છે, જેનાથી યાત્રી બહારના સુંદર દ્રશ્યોનો આનંદ લઈ શકે છે.

શતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટા ડોમ કોચમાં રિઝર્વેશન માટે નવો ટ્રેન નં. 02009/02010 લાગૂ થશે એટલે કે વિસ્ટા ડોમ કોચનું બુકિંગ ટ્રેન નં. 02009/02010 ના રૂપે ઉપલબ્ધ રહેશે અને 09 એપ્રિલ 2022 થી પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઈટ પર ખુલશે.

વિસ્ટા ડોમ કોચમાં 44 યાત્રિઓને બેસવાની ક્ષમતા છે. ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચના થી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquirty.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.