પત્રકારત્વ એ ઇતિહાસનું જતન કરવાની સાથે નવસર્જન કરવાનુ સામર્થ્ય ધરાવે છે
અમદાવાદના ખાતે આયોજિત ગુજરાત મીડિયા એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
કચ્છમિત્રના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર શ્રી કિર્તીભાઇ ખત્રીને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમૂહ માધ્યમોમાં લોકમાનસ બદલવાની તાકાત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
અમદાવાદ,અમદાવાદના ટાગોર હોલ ખાતે આયોજિત ગુજરાત મીડિયા એવોર્ડસમાં સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સમૂહ માધ્યમો લોકમાનસ બદલવાની શક્તિ ધરાવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, પત્રકારત્વ એ ઇતિહાસનું જતન કરવાની સાથે નવસર્જન કરવાનુ સામર્થ્ય ધરાવે છે.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ પ્રસંગે આપણે સંકલ્પ બની પત્રકારત્વના માધ્યમ દ્વારા દેશને નવી ઊંચાઇઓ પર લઈ જવા માટે કટિબધ્ધ બનીએ.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સ્વાતંત્ર સંગ્રામમાં પત્રકારત્વની ભૂમિકાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગાંધીજીના પત્રકારત્વ ભારતની આઝાદીની ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પત્રકારત્વની વિવિધ શ્રેણીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પત્રકારોનું સન્માન કર્યું હતું. કચ્છમિત્રના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર શ્રી કિર્તીભાઇ ખત્રીને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ પત્રકારત્વની વિવિધ શ્રેણીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પત્રકારોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે જાણીતા પત્રકાર શ્રી દેવેન્દ્રભાઈ પટેલ, શ્રી અજયભાઇ ઉમટ, પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી.કે.લહેરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મીડિયા જગત સાથે સંકળાયેલા મહાનુભાવો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.