રાજ્યના ધો.૫ થી ૮ ના ૩૦૦થી વધુ છાત્રોએ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લીધો
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ગુજરાત અરવલ્લી-સાબરકાંઠા સહિત વિવિધ જિલ્લાઓમાં યોજાયેલી બહુજન પ્રતિભા શોધ સ્પર્ધા સમિતિ, ગુજરાત રાજ્ય દ્વારા બહુજન પ્રતિભા શોધ ઓનલાઈન સ્પર્ધા વર્ષ ૨૦૨૨માં ધો.૫ થી ૮ ના ૩૦૦થી વધુ છાત્રોએ ભાગ લીધો હતો.
આ પરીક્ષાના આયોજક તરીકે ડૉ.જય કંથારિયા અને જીતેન્દ્રભાઈ રાઠોડે જવાબદારી નિભાવી હતી જ્યારે પરીક્ષા મંત્રી તરીકે લહેરીકાન્ત ગરવા (નખત્રાણા) રહ્યા હતા અને ક્વિઝ એડમિનની કામગીરી રણજીતકુમાર વણકરે કરી હતી. સાથી કમલેશભાઈ પરમાર, રોહિત ભારતીય, નયનભાઈ રાઠોડ, યોગેશભાઈ રાઠોડ, કિશનભાઇ રાઠોડ, રોનકભાઈ પરમાર, દિનેશભાઈ પરમાર, કમલેશભાઈ રાઠોડ, શૈલેષભાઈ પરમાર,
વિજયભાઈ રાઠોડ, દિગ્વિજય પરમાર, ભાનુભાઈ પરમાર, સંજયભાઈ પરમાર અને નિજારી ઈશ્વરભાઈ તેમજ શૈક્ષણિક સહાય કરનાર તમામ દાતાઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો.
વિદ્યાર્થીઓને શરૂઆતથી જ તૈયારી કરાવનાર અને સ્વૈચ્છિક રીતે પોતાનું નામ નોંધાવનાર તમામ પ્રતિનિધિ મંડળનો બહુજન પ્રતિભા શોધ સ્પર્ધા સમિતિ દ્વારા હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.