ગુજરાતમાં આ જગ્યાએ આવેલા હનુમાન મંદીરમાં ચઢશે, માત્ર રોટલી અને રોટલાનો પ્રસાદ
રોટલી અને રોટલાનો પ્રસાદ પશુઓને ખવડાવવામાં આવશે -પાટણમાં નવનિમિર્ત હનુમાન મંદીરમાં માત્ર રોટલી અને રોટલાનો પ્રસાદ ચડશે
એક જ પથ્થરમાંથી ૮.પ ફૂટની ઉંચી ર્મૂતિ બનાવવામાં આવી છે જે ૧૬ એપ્રિલે સ્થાપિત કરાશે
પાટણ, ધર્મનગરી પાટણ ખાતે એક અનોખા મંદીરનું નિર્માણ થવા જઈ રહયું છે. જેના દ્વારા મુંગા જીવોની આંતરડી ઠારવાનો અનોખો ભગીરથ પ્રયાસ કરાયો છે. પાટણ શહેરની સેવાભાવી સંસ્થા સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા શહેરનાં હાંસાપુર લીક રોડ પર અશોક વાટીકામમાં રોટલીયા હનુમાનજી દાદાનાં ભવ્ય મંદીર નિર્માણનું કાર્ય ચાલી રહયું છે.
રોટલીયા હનુમાનજી મંદીર નિર્માણનો મુખ્ય ઉદેશ મુંગા જીવોની આંતરડી ઠારવવાનો છે. અને એ માટે જ આ મંદીરે ભકતજનો દર્શને આવે ત્યારે દાદાને પ્રસાદ તરીકે માત્ર રોટલો કે રોટલી જ ચઢાવી શકાશે. પ્રસાદરૂપે એકઠા થયેલા રોટલા-રોટલી સાંજે જીલ્લાની વિવિધ સીમ વિસ્તારમાં રહેતા શ્વાન, કપીરાજ, સહીત મુંગા પશુપક્ષીઓને ભોજનરૂપે અર્પણ કરવામાં આવશે.
આવા અનોખા ઉદેશ સાથે નિર્માણ પામતું રોટલીયા હનુમાનજી મંદીર ભારતભરમાં આ પ્રકારનું પ્રથમ મંદીર હશે. રોટલીયા હનુમાનજી મંદીરનાં નિર્માણકાર્યમાં સેવકગણ દ્વારા ફૂલ નહીં તો ફુલની પાંખડી સમાન સહયોગ થઈ રહયો છે. મંદીરની સાથે સાથે સુવિધાયુકત સંકુલ આકાર પામી રહયું છે. જેમાં પક્ષીઘર અને મુંગા જીવોની સેવાર્થે સેવા સ્થળ વિકસાવવામાં આવી રહયું છે.
આ ઉપરાંત વડીલો માટે આશ્રય સ્થાન બની રહયું છે. જયાં આરામ ઉપરાંત ભજન-કીર્તન કરી શકશે. ીસદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખા ઉદેશ સાથે સાડા આઠ ફુટની હનુમાનજીની પ્રતીમા સાથે રોટલીયા હનુમાનની મંદીરનું નિર્માણ થઈ રહયું છે.
આ અંગે ટ્રસ્ટનાં સ્નેહલ પટેલે જણાવ્યું કે, રોટલીયા હનુમાન મંદીર એ શ્રધ્ધા સાથે જીવદયાનું કેન્દ્ર બને એ હેતુથી જગતમાં પ્રથમ એવા આ મંદીરનું નિર્માણ કરાયું છે. રોટલીના રૂમના ધાબા પર ખુલ્લામાં હનુમાન દાદાની ર્મુતિ સ્થાપીત કરવા માટે સ્પેશીયલ અંબાજી ખાતેના કલાકારો પાસે એક જ પથ્થરમાંથી ૮.પ ફૂટની ઉંચી ર્મૂતિ બનાવવામાં આવી છે. જે ૧૬ એપ્રિલે સ્થાપિત કરાશે.