મુખ્ય દંડક દ્વારા દત્તક લેવામાં આવ્યા, ૨૧ કુપોષિત બાળકો
નડિયાદ વિધાનસભાના પીપળાતા ગામે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પ્રસંગે નડિયાદ વિધાનસભાના ગામડાઓના ૨૧ કુપોષિત બાળકોને મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા દત્તક લેવામાં આવ્યા અને તેઓને પૂરતું પોષણ મળી રહે તેવા પોષણક્ષમ આહાર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે,નડિયાદ તાલુકા કારોબારી ચેરમેન રશ્મિભાઈ પટેલ, ખેડા જિલ્લા મહિલા મોરચા પ્રમુખ નલીનીબેન, પીપળાતા સરપંચ આશિષભાઈ, પીપળાતા તાલુકા પંચાયત સભ્ય ઈશ્વરભાઈ, ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ, અગ્રણી હિનલભાઈ, પંચાયતના સભ્યશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)