૬ નિર્દોષોનો ભોગ લેનાર ઝઘડિયાની કેમિ ઓર્ગેનિકને થયો, 50 લાખનો દંડ
સુરતમાં ટેન્કર દ્વારા વેસ્ટ નિકાલ દરમ્યાન ૬ નિર્દોષોનો ભોગ લેવાતા
(પ્રતિનિધિ) ભરૂચ, સુરતમાં ગેરકાયદેસર ટેન્કર દ્વારા વેસ્ટ નિકાલ પ્રકરણમાં ૬ નિર્દોષોનો ભોગ લેનાર ઝઘડિયા જીઆઈડીસી કેમી ઓર્ગેનિક કેમિકલ કંપની ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
પ્રદૂષણકર્તા વિરુદ્ધ અંકલેશ્વર જીપીસીબી કડક વલણથી ફફડાટ ફેલાયો છે. ૫૦ લાખની, તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી તેમજ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ટેન્કર દ્વારા વેસ્ટ નિકાલ કરી ૬ નિર્દોષોનો ભોગ લેનાર ઝઘડિયા જીઆઈ ડીસી કેમી ઓર્ગેનિક કેમિકલ કંપની ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.પ્રદૂષણકર્તા વિરુદ્ધ અંકલેશ્વર જીપીસીબી કડક વલણથી ફફડાટ ફેલાયો છે.
૫૦ લાખની , તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી તેમજ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ગેરકાયદેસર ટેન્કર દ્વારા વેસ્ટ નિકાલ પ્રકરણમાં ૬ નિર્દોષોનો ભોગ લેવાયો હતો. જેની તપાસનો રેલો ઝઘડિયા જીઆઈડીસી કેમી ઓર્ગેનિક કેમિકલ કંપની સુધી પહોંચતા જીપીસીબી,
અંકલેશ્વર સઘન તપાસ આદરી ગાંધીનગર વડી કચેરી ખાતે ઈન્સ્પેક્શન રિપોર્ટ મોકલી તે આધારે વડી કચેરીએ કેમી ઓર્ગેનિક કેમિકલ કંપની તાત્કાલિક અસરથી રૂપિયા ૫૦ લાખની સહિત ક્લોઝર નોટિસ ફટકારી છે. વધુમાં તા.૫/૪/૨૦૨૨ ના રોજ અંકલેશ્વર જીપીસીબીએ કેમી ઓર્ગેનિક કેમિકલ કંપની વિરુદ્ધ ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પ્રદૂષણકર્તામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ત્યારે હજુ કેટલાક મોટા માથા વિરુદ્ધ પણ અંકલેશ્વર જીપીસીબી સખ્ત પગલાં ભરવા માટે કવાયત શરુ કરી છે.ત્યારે ઘટના ક્રમ ૬ જેટલા નિર્દોષ માનવીના મોત થયા હતા.
જેમાં સુરત જીપીસીબી અને અંકલેશ્વર જીપીસીબીએ સંયુક્ત તપાસ હાથધરી હતી. જે અંગે વડી કચેરી ખાતે રિપોર્ટ કરતા મેમ્બર સેક્રેટરી એ.વી.શાહે કડકરૂખ અપનાવી જંગી દંડ સાથે કંપની ત્વરીત અસરથી હાલ બંધ કરવા તેમજ કંપની સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કર્યો હતો.