૧ર કેસનો આરોપી બુટલેગર પોલીસને ચકમો આપી ભાગી છૂટયો
બુટલેગર હરેશ સિંધી પોલીસ કસ્ટડીમાંથી ફરારઃ શોધવા માટે સીસીટીવી ફુટેજની મદદ
વડોદરા, વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતો કુખ્યાત લિકર કિંગ હરેશ ઉર્ફે હરી બ્રહ્મક્ષત્રીય સિંધી વડોદરા તાલુકાના વરણામાં પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી વહેલી સવારના ૪ વાગે લઘુશંકાએ જવાના બહાને ફરાર થઈ જતાં જીલ્લા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો.
જીલ્લા પોલીસની પાંચ ટીમોએ લીકર કિંગ હરીની સીસીટીવી ફુટેજમાં આધારે શોધખોળ શરૂ કરી છે. વિગતો જાેતાં ગત તારીખ ૩૦મી માર્ચના શહેર પીસીબી શાખાઓ બાતમીના આધારે કુખ્યાત લિકર કિંગ હરીસિંધી (રહે. ટી-૧ર રૂમ નં.૧૬૮ એ.કે. કોલોનીમાં રહેતો હરીની અમદાવાદ નરોડા ગેલેક્ષી પાસેથી પસાર થતો હતો ત્યારે ઝડપી પાડયો હતો.
કુખ્યાત લિકર કિંગ સામે કુલ ર૬ ગુનાઓ શહેર જીલ્લામાં નોધાયેલા છે. જેમાં સીટી પોલીસ સ્ટેશનમાં જ પ્રોહીબીશન અને આર્મ્સ એકટના ૧ર ગુનાઓ નોધાયેલ છે.
તેમજ શહેરના અન્ય વાડી માંજલપુર હરણી બાપોદ કિશનવાડી ઉપરાંત જીલ્લાના વરસણામાં પોલીસ અને તાલુકા પોલીસ સ્ટેશનમાં સહીત ૭ ગુનામાં વોન્ટેડ હતો પાંચ વખત પાસામાં જઈ આવ્યો છે.
તેમ છતાં તે વ્યવસ્થિત રીતે વિદેશી શરાબનું નેટવર્ક ચલાવતો હોત. નાસતા-ફરતા બુટલેગરોને ઝડપી પાડવા માટે પીસીબી શાખાએ સતત તેનું પગેરું શોધીને આખરે બાતમીના આધારે અમદાવાદથી વોચ ગોઠવીને ઝડપી પાડયો હતો.
દરમ્યાન જીલ્લાના વરણામાં પોલીસ સ્ટેશનમાં નોધાયેલ પ્રોહીબીશનના ગુનામાં વરણામાં પોલીસે તપાસઅર્થે કાર્યાવહી કરીને પોતાની કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. આજે પરોઢીયે ૪ વાગ્યાની આસપાસ લઘુશંકાઓ જવાનું બહાનું કાઢીને કુખ્યાત લીકર કિંગ હરેશ ઉર્ફે હરીસિંધી ફરજ પરના જવાનોને ચકમો આપીને ફરાર થઈ જતાં જીલ્લા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
ફરાર આરોપીને ઝડપી પાડવા જીલ્લા એસઓજી અને એલસીબીએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. વરણામાં પોલીેસે ફરાર બુટલેગર હરી સિંધી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.