પંચમહાલ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી ૭ જુગારીઓને પકડી પાડતી LCB
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરાના વાગડીયાવાસમાં રહેતો ભીખાભાઇ પન્નાભાઇ વાગડીયા ડોળપા ફળીયામાં ખુલ્લામાં વરલી મટકાનો જુગાર રમાડી રહ્યો છે .
તેવી બાતમી એલસીબી પોલીસને મળતાં પોલીસે ડોળપા ફળીયામાં છાપો મારીને આંક ફરકનો જુગાર રમી રમાડતાં દેવેન્દ્રભાઇ સુંદરભાઇ પરમાર , હેમીયાભાઈ છીતાભાઇ ભોઇ , અશ્વિનભાઇ મનુભાઈ પરમાર તથા અજયભાઈ સુરેશભાઈ પરમારને પકડી પાડયા હતા .
પોલીસે રૂા .૧૧૭૯૦ રોકડા તથા એક મોબાઇલ મળીને કુલ રૂા .૧૩૭૯૦ નો મુદ્દામાલ કબજે કરીને ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે ભીખાભાઇ પન્નાભાઇ વાગડીયા , ચેતન ઉફે પપ્પી લક્ષ્મણદાસ શ્યામલાણી તથા પકડાયેલા ૪ સામે ગોધરા બી ડીવીજન પોલીસ મથકે ગુનો નોધીને વોન્ટેડ ભીખાભાઇ તથા ચેતન ઉફે પપ્પીને પકડવાની તજવીજ હાથ ધરી હતી .
જ્યારે પંચમહાલ એલસીબી પોલીસને બાતમી મળી કે હાલોલના નિઝામ મહમદ અરબનાઓ હાલોલના ગોપીપુર રોડ પાસ ઝાડી ઝાખરામાં પાનાપત્તાનો હારજીતનો જુગાર રમાડી રહ્યો છે .
તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે બાતમીવાળા સ્થળે દરોડો પાડતાં પોલીસે લાલસિંગ ઉકે લાલુ ગંગા ગોરખા , ગોવિંદભાઈ ધનશ્યામભાઇ બારીઆ તથા શરીફ મહંમદ ચોરાવાલાને પકડી પાડયા હતા . જયારે નિઝામ મહંમદ અરબને વોન્ટેડ જાહેર કર્યો હતો . પોલીસે રૂા .૧૧૧૩૦ નો મુદ્દામાલ કબજે કરીને હાલોલ પોલીસ મથકે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી .