બાપુજીની હકીકત જાણીને જેઠાલાલની કાપો તો લોહી ના નીકળે જેવી સ્થિતિ

મુંબઇ, ટેલિવિઝનના પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો દબદબો આજે પણ જળવાયેલો છે. ટીઆરપી લિસ્ટમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું સ્થાન મોટાભાગે ટોપ ૧૦ શોઝમાં હોય છે.
વળી, હાલના અઠવાડિયાની ટીઆરપીમાં આ શો પહેલા નંબરે છે. ફરી એકવાર પોપ્યુલર શો ‘અનુપમા’ને પાછળ છોડી દીધો છે. અત્યારની શોની સ્ટોરી ખૂબ રસપ્રદ છે અને આ જ કારણે દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે.
હાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ચંપકચાચાની પોલ ખુલી રહી છે. જેઠાલાલની સામે જૂઠ્ઠું બોલીને ચંપકચાચા પોતાના મિત્રો સાથે પાર્ટી-શાર્ટી કરવા જાય છે.
સોઢી ચંપકચાચાને બારમાં દારુ પીતા જાેવે છે આ વાત તે ગોકુલધામના પુરુષ મંડળને જણાવે છે પરંતુ કોઈ વિશ્વાસ નથી કરતું. જેઠાલાલ પોતાના સીધા-સરળ બાપુજી પર આવા આરોપો લગાવનારા સોઢીથી નારાજ થઈ જાય છે.
પરંતુ સોઢી ક્યાં જપવાનો હતો તે પોતાની વાત સાબિત કરીને રહે છે. પોપટલાલ અને સોઢી એ બારમાં પહોંચે છે જ્યાં ચંપકચાચા પોતાના મિત્રો સાથે દારુની મહેફિલ માણી રહ્યા છે. તેઓ પુરાવા રૂપે વિડીયો ઉતારી લે છે.
આ વિડીયો ગોકુલધામના પુરુષ મંડળને બતાવે છે પરંતુ તેઓ વિશ્વાસ નથી કરતાં પરંતુ ચંપકચાચાને નશામાં ચૂર થઈને સોસાયટીમાં આવેલા જાેવે છે ત્યારે આંખો પહોળી થઈ જાય છે. બધા નક્કી કરે છે કે એક દિવસ માટે કામથી પૂના ગયેલો જેઠાલાલ પાછો આવે એટલે તેના પરમમિત્ર મહેતા સાહેબ ચંપકચાચાનું ભેદી રૂપ તેની સામે ખુલ્લું પાડશે.
શોના લેટેસ્ટ એપિસોડમાં જાેવા મળ્યું કે, જેઠાલાલ પૂનાથી સવારે પાછો આવે છે ત્યારે બબીતાજી અને ઐય્યર તેને સોસાયટીના ગેટ પાસે મળે છે. બબીતાજી તેને જાણકારી આપે છે કે ચંપકચાચા ગઈકાલે રાત્રે મિત્રો સાથે જમવા બહાર ગયા હતા.
જેઠાલાલને પોતાના પિતાની હકીકત ખબર પડશે ત્યારે કેવો પહાડ તૂટશે એ વિચારીને ઐય્યરને પહેલીવાર જેઠાલાલની દયા આવે છે. આ તરફ જેઠાલાલ સોસાયટીમાં આવે છે ત્યારે ભીડે સાથે મુલાકાત થાય છે. ભીડે પણ તેને કહે છે કે ઘરે જા એટલે બધી ખબર પડી જશે. ભીડેની વાત સાંભળી જેઠાલાલને થોડી શંકા જાય છે પરંતુ તે વાત વાળી લે છે.
બાદમાં જેઠાલાલ ઘરે પહોંચે છે અને બેલ વગાડે છે. પરંતુ નશાના કારણે ઘસઘસાટ ઊંઘી રહેલા ચંપકચાચા દરવાજાે ખોલતાં નથી. જેઠાલાલ ફોન કરે છે તો તેઓ ફોન પણ નથી ઉપાડતાં.
બાપુજી મંદિર ગયા હશે તેમ વિચારીને જેઠાલાલ મહેતાના ઘરે ચાવી લેવા પહોંચે છે. ત્યાં ભીડે પહેલાથી જ હાજર હોય છે તે મહેતાને જેઠાલાલ આવી ગયો હોવાની જાણકારી આપે છે અને તેને હકીકત કહેવા તૈયાર થઈ જવાનું કહે છે.SSS