એક મહાનાયક- ડો. બી આર આંબેડકરમાં 14 એપ્રિલથી આંબેડકર જયંતી સ્પેશિયલ

બાબાસાહેબ તરીકે વહાલથી ઓળખાતા ડો. બી. આર. આંબેડકરનો જન્મદિવસ દર વર્ષે 14મી એપ્રિલે દેશભરમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ વખતે ડો. બી. આર. આંબેડકરની 131મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે 14મી એપ્રિલથી 19મી એપ્રિલ સુધી એન્ડીટીના શો એક મહાનાયર- ડો. બી. આર. આંબેડકર શોમાં દર્શકો માટે રોમાંચક વાર્તા આવી રહી છે.
વાર્તામાં રામજી સકપાળ (જગન્નાથ નિવાનગુણે) સાથે રમાબાઈ (નારાયણી વર્ણે) અને તેઓ વસવાટ કરતા હતા તે ચાલીના રહેવાસીઓએ ભીમરાવ (અથર્વ) માટે સરપ્રાઈઝ બર્થડે ઉજવણીનું આયોજન કર્યું હતું. બર્થડેની સવારે બધાએ તેમના આશીર્વાદ આપ્યા હતા અને ભીમરાવને બુકે આપ્યો હતો. આ અન્ય સાધારણ દિવસ જેવો જ છે ત્યારે ભીમરાવ જુએ છે કે રમાબાઈ પત્ર લખી રહી છે અને તેથી તે ઉત્સુક બને છે.
રમાબાઈ તે પછી તેને કહે છે કે જો તે તેને બીચ પર બહાર લઈ જશે તો જ આ પત્ર વાંચવા આપશે. ચાલીમાં પાછા આવતાં ભીમરાવને ચાલીનો સુંદર શણગાર જોઈને આશ્ચર્ય થાય છે. વળી તેનો મોટો ભાઈ બાલા પણ વર્ષો પછી ત્યાં આવે છે અને ઢોલ વગાડે છે, જેને લઈ તેની જૂની યાદો તાજી થાય છે અને તેને પોતાનું બાળપણ યાદ આવે છે.
તેની ખુશી વચ્ચે બાલા સાથે શેઠજી, પંડિતજી, મંગેશ, ધ્રુવ અને ભીમના શિક્ષક સાતારાના આંબેડકર ગુરુજી અને તેની બહેનો ગંગા, મંજુલા અને રાખી બહેન માધવી પણ આવતાં તેની ખુશીનો કોઈ પાર રહેતો નથી. ભીમ સાતારામાં તેના બાળપણની યાદ આવતાં અત્યંત ભાવનાત્મક બને છે. તેને તેની આઈ ભિમાબાઈ (નેહા જોશી) અને તેનો બેસુમાર પ્રેમ યાદ આવે છે. દર્શકોને આ સમયે ભીમરાવને સમર્પિત ગીતનું સરપ્રાઈઝ પણ મળવાનું છે.
આ વિશેષ એપિસોડ વિશે બોલતાં ભીમરાવ (અથર્વ) કહે છે, “દેખીતી રીતે જ આ અમારે માટે અત્યંત વિશેષ અવસર છે. અમને શો પર આંબેડકર જયંતની ઉજવણી કરવા મળ્યું અને શોમાં બધા નવા- જૂના કલાકારો એકત્ર આવ્યા હતા. આ વિશેષ એપિસોડ હૃદયસ્પર્શી છે અને ખાસ કરીને ભીમરાવ અને ભીમાબાઈ વચ્ચે સુંદર પળો ધરાવે છે.
એક રીતે બધા કલાકારોનું આ પુનઃમિલન હતું. બાબાસાહેબ ભારતીય ઈતિહાસમાં સૌથી નામાંકિત અવાજમાંથી એક હતા. સમાનતા, મહિલા સશક્તિકરણ હોય કે શિક્ષણમાં સુધારણા માટે તેમનો સહભાગ હોય, તેમનો પ્રભાવ દરેક ભારતીયોના જીવન પર જોવા મળે છે. આ એપિસોડ બાબાસાહેબને તેમના જન્મદિવસ પર અમારી વિશેષ અંજલી છે.”
રમાબાઈ (નારાયણી વર્ણે) ઉમેરે છે, “હું આ વિશેષ શૂટ માટે બધા કલાકારોને મળીને બહુ ખુશ થઈ. ભીમરાવને તેના બાળપણના દિવસો યાદ આવે છે અને ખાસ કરીને તેની આઈ સાથેની પળોનું આખું દ્રષ્ટ સુંદર અને હૃદયસ્પર્શી છે. ભીમરાવનું બાલા સાથે પુનઃમિલન બહુ ભાવનાત્મક છે. અમે ડો. આંબેડકરની જન્મજયંતી પર વિશેષ ગીત તેમને સમર્પિત કર્યું છે. એપિસોડ અચૂક જોવા જેવો છે.”
રામજી સકપાળ (જગન્નાથ નિવાનગુણે) કહે છે, “આંબેડકર જયંતી દર વર્ષે 14મી એપ્રિલે બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની યાદગીરીમાં ભજવવામાં આવે છે. અમારો શો બાબાસાહેબની જીવનની વાર્તા કહેતો હોવાથી વિશેષ એપિસોડ બનાવીને ભવ્ય રીતે તેમનો જન્મદિવસ ઊજવવામાં આવ્યો તેનાથી બહેતર કોઈ રીત નહીં હોઈ શકે.
બધા ભારે રોમાંચિત હતા અને તેમનો દેખાવ ઉત્તમ રહ્યો હતો. બાબાસાહેબના સન્માનમાં વિશેષ ગીત બનાવવામાં આવ્યું છે અને અમને ખાતરી છે કે અમને તે શૂટ કરવાની મજા આવી તે જ રીતે તેમને માણવાની મજા આવશે.”
ભીમાબાઈ (નેહા જોશી) કહે છે, “મારી પાસે આભાર માનવા માટે શબ્દો ખૂટી પડ્યા છે. આંબેડકર જડયંતી પર વિશેષ એપિસોડ માટે દરેક સાથે શૂટ કરવાની બહુ મજા આવી. ભીમાબાઈ નિઃશંક રીતે મારી કારકિર્દીમાં સૌથી યાદગાર ભૂમિકામાંથી એક છે. દર્શકો અને ચાહકોએ ભરપૂર સરાહના કરી છે. સેટ્સ પર પાછી આવતાં જૂની યાદો તાજી થઈ હતી. ખાસ કરીને આયુધ સહિત દરેકને જોઈને મને ખુશી થઈ અને ભાવનાત્મક બની ગઈ હતી.
મેં અર્થ જોડે વાત પણ કરી હતી, જે મને લાગે છે કે યુવા આંબેડકરની ભૂમિકા ભજવવા માટે ઉત્તમ પસંદગી છે. હું દરેકને જોઈને ભાવનાત્મક બની ગઈ હતી અને આ એપિસોડ અમારા બધાને માટે બહુ વિશેષ છે. હું દરેકને 14 એપ્રિલનો એપિસોડ ખાસ જોવા અનુરોધ કરું છું. આ એપિસોડ દરેક અર્થમાં વિશેષ છે. તે બાબાસાહેબનું સન્માન કરવા સાથે અંજલી પણ આપે છે. ઉપરાંત એક એપિસોડમાં બધાં મુખ્ય પાત્રોને પાછાં લાવે છે.”
યુવા ભીમરાવ (આયુધ ભાનુશાલી) કહે છે, “હું દ્રશ્ય શૂટ કરવા માટે સેટ્સ પર પહોંચ્યો ત્યારે બધા જ મને મળવા માટે દોડી આવ્યા. હું દરેકને જોઈને બહુ ખુશ થઈ ગયો અને જૂની યાદી તાજી થઈ. આ વિશેષ એપિસોડ જરૂર જુઓ અને આંબેડકર જયંતીની યાદગીરીમાં ડો. આંબેડકરને અંજલી આપવા માટે ખાસ ગીત કમ્પોઝ કરવામાં આવ્યું છે તે પણ જરૂર જુઓ. જય ભીમ!”
જોતા રહો ‘આંબેડકર જયંતી સ્પેશિયલ એપિસોડ’ 14મી એપ્રિલથી શુભારંભ, એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકર, રાત્રે 8.30 વાગ્યાથી, દરેક સોમવારથી શુક્રવારે પ્રસારણ, ફક્ત એન્ડટીવી પર!