5માં નાણાપંચના યોજનાના કામોમાં ગ્રામ પંચાયતના હકો ઝૂંટવાતા સરપંચો દ્વારા વિરોધ
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા તાલુકાના ચુન્ટાયેલ સરપંચોની એક મિટિંગ તેમના પ્રમુખ રમેશભાઇ પટેલ પાદરડી સરપંચના અધ્યક્ષ સ્થાને તારીખ ૭-૪-૨૨ ના રોજ ખેડબ્રહ્મામા મળી હતી. આ મિટિંગમાં ૨૦ સરપંચો હાજર રહ્યા હતા
પ્રમુખ રમેશભાઇ પટેલ ના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા ૨૯- ૮ -૨૦૧૨ ના પરિપત્ર થી ઠરાવ કરી તમામ ગ્રામ પંચાયતોને રૂપિયા ૫ લાખ સુધીની મર્યાદાના વિકાસના કામો ગ્રામ પંચાયત વીના ટેન્ડરે કરવા માટેનો ઐતિહાસિક ર્નિણય કર્યો હતો. જેની આજદિન સુધી અમલવારી તેરમાં અને ૧૪ માં નાણાપંચ ના પંચવર્ષીય યોજનામાં થઈ હતી.
ત્યાર બાદ હાલમાં ૧૫માં નાણાપંચના યોજનાના વિકાસના કામોમાં ગ્રામ્ય કક્ષાએ તાલુકા અને જિલ્લા કક્ષાએ ત્રણ સ્તરે ગ્રાન્ટની ફાળવણી થયેલ છે જે મુજબ તાલુકા કક્ષા નાણા પંચના કામો પાંચ લાખની મર્યાદામાં તાલુકા પંચાયતે સામાન્ય સભામાં મંજૂર કરી બહાલી આપી જિલ્લા કક્ષાએ આ કામોને વહિવટી મંજુરી સારું મોકલેલ હતી
જે દરમિયાન જિલ્લા કક્ષાએ ઘણા સમય સુધી પડી રહેલ હતી જે દરમિયાન ઇન્ચાર્જ તાલુકા પંચાયત ટીડીઓ સાહેબે મનરેગા ના કામો મંજુર થયેલ એજન્સી પાસે ઓનલાઇન પ્રમાણે કામ કરવાની અમલવારી હાલમાં અપનાવી હમારા હકો છીનવી લેવાયા છે
અને આખા તાલુકાના અંદાજે સાત કરોડથી વધુના વિકાસના કામો વિના ટેન્ડરે બીજા કામો મંજુર થયેલ એજન્સીને આપી પંચાયતના અધિકારો છીનવી લેવાયેલ છે. રમેશભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે થોડા વર્ષો પહેલા જે એજન્સી દ્વારા ભૂતકાળમાં ભ્રષ્ટાચાર થયેલો અને પોલીસ ફરિયાદ પણ થઇ હતી.
તે એજન્સીને ૧૫માં નાણાપંચના આયોજન ના કામો આપી દેવાયા છે જેની સરકારશ્રી ધ્વારા યોગ્ય તપાસ થાય તથા સરપંચોને પહેલાની જેમ જ પાચ લાખ સુધીના મર્યાદા વિકાસના કામો કરી શકે તે માટે જિલ્લા વિકાસ અધિકારી શ્યોરીને યોગ્ય કરવા જાણ કરેલ છે.