Western Times News

Gujarati News

ઝઘડિયા તાલુકામાં બોગસ BPL રેશનકાર્ડો બાબતે ક્યારે તપાસ થશે?

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતેની મામલતદાર કચેરીમાં ગતરોજ જીલ્લા કલેકટર દ્રારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાતા મામલતદાર કચેરીમાં લાલીયાવાડી ચાલી રહી હોવાનું બહાર આવ્યુ હતું.કલેક્ટરની મુલાકાત સમયે ઈન્ચાર્જ મામલતદાર સહિતના જવાબદાર અધિકારી તથા કેટલાક કર્મચારીઓ ઓફિસમાં ગેરહાજર જણાયા હતા.

ત્યાર બાદ ઝઘડિયા મ?ામલતદાર કચેરીના બે કારકુનોની વાલિયા અને અંકલેશ્વર ખાતે બદલી કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે? કે ઝઘડિયા ખાતે તાલુકા સેવા સદનમાં લોકોના કામો અટવાતા હોવાની વ્યાપક લોક ફરિયાદો ઉઠવા પામી હતી.

પુરવઠા વિભાગ સહિત અન્ય વિભાગોમાં પણ લોકોના કામો અટવાતા હોવાની વ્યાપક લોકબુમો ઉઠવા પામી છે.તાલુકામાં બીપીએલ રેશનકાર્ડોની લહાણી પણ આડેધડ અને નિતી નિયમોને બાજુ પર મુકીને થઈ હોવાની ચર્ચાઓ લાંબા સમયથી ઉઠવા પામી છે.

સામાન્ય રીતે રીતે જે લોકોના નામ બીપીએલ યાદીમાં હોય તેવા પરિવારો જ બીપીએલ રેશનકાર્ડના હકદાર ગણાય. પરંતું તાલુકામાં બીપીએલ યાદી અને બીપીએલ રેશનકાર્ડો બાબતે કોઈ સમન્વય જળવાયો હોય એમ હાલના તબક્કે દેખાતું નથી.

પરંતું આતો કોના બાપની દિવાળી એમ તંત્ર દ્વારા આર્થિક રીતે સક્ષમ એવી ઘણીબધી વ્યક્તિઓને આજેતો બીપીએલ કાર્ડની માલિક બનાવી દેવાઈ હોવાની ચર્ચાઓ સામે આવી છે.જીલ્લા કલેક્ટર દ્વારા થયેલ આકસ્મિક ચેકિંગથી સેવાસદનનું તંત્ર જાણે ઉંઘતુ ઝડપાયુ હોય એવો ઘાટ થયો છે.

ત્યારે હવે જીલ્લા કલેકટર સાહેબ અંગત રસ લઈને ઝઘડિયા તાલુકામાં બીપીએલ રેશનકાર્ડો બાબતે તપાસ કરે તે જરૂરી બન્યુ છે. તાલુકામાં બીપીએલ રેશનકાર્ડો બાબતે ન્યાયિક તપાસ થાય તો ઘણી બધી ગેરરીતિઓ બહાર તેવી સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.