રામનવમીના દિવસે બેંગ્લોરમાં માંસના વેચાણ ઉપર પ્રતિબંધ

બેંગ્લોર, બેંગલુરુ સિવિક બોડીએ ૧૦ એપ્રિલે શ્રી રામ નવમીના અવસર પર માંસના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. બૃહત બેંગલુરુ મહાનગર પાલીકેના પશુપાલન વિભાગના સંયુક્ત નિયામકએ એક આદેશમાં જણાવ્યું હતું કે, “શ્રી રામ નવમીના અવસર પર કસાઈ ઘરો અને માંસના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.”
બીબીએમપી ચીફ કમિશનર ગૌરવ ગુપ્તા દ્વારા ૩ એપ્રિલના રોજ જારી કરાયેલા પરિપત્રના આધારે આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે દર વર્ષે શ્રી રામ નવમી, ગાંધી જયંતિ, સર્વોદય દિવસ અને અન્ય ધાર્મિક પ્રસંગોએ પશુઓની કતલ અને માંસના વેચાણ પર પ્રતિબંધ છે.
બેંગલુરુ સિવિક બોડીનું પગલું એવા સમયે આવ્યું છે જ્યારે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં દક્ષિણ અને પૂર્વ દિલ્હીના મેયરોએ તેમના અધિકારક્ષેત્ર હેઠળની માંસની દુકાનોને નવરાત્રિ દરમિયાન બંધ રાખવા જણાવ્યું હતું. જાે કે, નગરપાલિકા દ્વારા કોઈ સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો ન હતો.
જાે કે ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી. આ મહાનગરપાલિકામાં પણ અન્ય બેની જેમ ભાજપનું શાસન છે. મેયરોને આવા આદેશ આપવાની સત્તા નથી અને આવો ર્નિણય મ્યુનિસિપલ કમિશનર જ લઈ શકે છે.
આ મામલામાં દિલ્હી લઘુમતી આયોગે શહેરના ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને કમિશનરને કારણદર્શક નોટિસ પાઠવી છે અને નવરાત્રિ દરમિયાન માંસની દુકાનો પર પ્રતિબંધ કે બંધ કરવાનો ર્નિણય કયા આધારે લીધો છે તે અંગે સ્પષ્ટતા માંગી છે.HS