NewYork શહેરમાં દુનિયાની સૌથી પાતળી ગગનચુંબી ઇમારત બની

નવી દિલ્હી, ન્યૂયોર્ક શહેર ખૂબ મોટી મોટી ગગનચુંબી ઇમારતોથી બનેલી છે, ગગનચુંબી ઇમારતોમાં વધુ એક ઇમારતનો સમાવેશ થવા જઇ રહ્યો છે. ન્યૂયોર્કની આ વિશાળ બિલ્ડિંગને 111 વેસ્ટ 57મી સ્ટ્રીટના નામે પણ ઓળખવામાં આવે છે. જેનું નામ સ્ટેનવે ટાવર છે.
આ ટાવર 84 માળનો છે. આ ટાવરની ખાસિયત છે કે, તે ખૂબ પાતળી છે. તેથી તે દુનિયાની પાતળી અને સૌથી ગગનચુંબી ઇમારતનાં રૂપમાં પોતાની ઓળખ બનાવી રહી છે. આ ટાવર બનાવવાની શરુઆત 2013 માં થઇ હતી, જેને બનતાં 9 વર્ષનો સમય લાગ્યો છે.
જો તમને પણ આ દુનિયાની સૌથી પાતળી અને ગગનચુંબી બિલ્ડિંગમાં જવાની ઇચ્છા થઇ રહી છે, તો તેના વિશે થોડું જાણી લેજો. આ બિલ્ડિંગ એટલે કે, સ્ટેનવે ટાવરની ઊંચાઇ લગભગ 1428 ફુટ છે, મૈનહૈટનમાં બનેલ આ ટાવર ન્યૂયોર્ક શહેરનાં બે ટાવરોના હાઇટથી ઓછી છે.
આ ટાવરની ડિઝાઇનની જો વાત કરીએ તો, ન્યૂયોર્ક આર્કિટેક્ટર ફર્મ એસઓઓપી આર્કિટેક્ટ્સે તૈયાર કરવામાં આવ્યો છે, તો બીજી બાજુ JDS ડેવલોપમેન્ટ,પ્રોપર્ટી માર્કેટ્સ ગૃપ અને સ્પ્રૂસ કૈપિટલ પાર્ટનર્સે મળીને આને બનાવ્યો છે.