ખેડબ્રહ્મામાં દાગીના ચમકાવવાના બહાને એક લાખના દાગીના લઇ બે આરોપી ફરાર
ખેડબ્રહ્મા: શહેરના મુખ્ય બસ સ્ટેશન પાસે આવેલ ગોકુલધામ સોસાયટી માં વાસણ ચમકાવવાના પાવડર વેચવાવાળા કોઇ બે અજાણ્યા ઈસમોએ એક દંપતીને બેહોશ કરી એક લાખના દાગીના લઈ ફરાર થઈ જતા પોલીસે તેની ફરિયાદ થવા પામેલ છે
ખેડબ્રહ્મા મુખ્ય બસ મથક નજીક ગોકુલધામ સોસાયટી માં ફ્લેટ નંબર 101 મો રહેતા મૂળ વતની પુરષોતમ હિંમતનગરના ફરિયાદી શામળાભાઇ રામાભાઇ પ્રજાપતિ પોતે નિવૃત છે અને તેમના પુત્ર તથા પુત્રવધૂ સાથે અહીં રહે છે પુત્ર તથા પુત્રવધૂ બહાર ગયેલ હોય તે દરમિયાન શામળભાઈ રામાભાઇ તથા તેમના પત્ની ડાહીબેન ડાહીબેન ઘરે હતા ત્યારે કોઈ અજાણ્યા ઇસમો તેમના ઘેર આવીને કહે કે વાસણ તથા દાગીના ચમકાવવા નો પાવડર વેચીએ છીએ
એમ કહી પહેલો તેમને વાસણ ચમકાવી તે દરમિયાન બંને પતિ-પત્નીને બેહોશ કરીને તેમની પાસેથી સોનાની વીંટી એક અડધા તોલા ની કિંમત 7000 તથા સોનાની ચેન આશરે બે તોલા ની કિંમત આશરે 28000 તથા સોનાની બંગડી નંગ બે આશરે ત્રણ તોલા ની કિંમત 42,000 તથા સોનાની કંઠી એક આશરે બે તોલાની કિંમત 28000 મળી તમામ સોનાના દાગીનાની કિંમત આશરે રુ.1,05,000 ના દાગીના લઇ આ બંને આરોપીઓ ફરાર થઈ ગયેલ આ સબબ ની ફરિયાદ શામળભાઈ રામાભાઇ પ્રજાપતિએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આપેલી જેની તપાસ ખેડબ્રહ્મા પો.સ.ઇ એમ બી યુ કોટવાલ કરી રહ્યા છે.