રશિયન સેનાએ યુક્રેનિયન રેલ્વે સ્ટેશન પર રોકેટ છોડ્યા: મહિલાઓ અને બાળકો સહિત 52ના મોત
કીવ, યુદ્ધગ્રસ્ત પૂર્વી યુક્રેનના ડોનબાસ ક્ષેત્રમાં રેલવે સ્ટેશન પર ભીડ પર રશિયન રોકેટ હુમલામાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા.
શુક્રવારે હજારો લોકો ત્યાં એકઠા થયા હતા. યુક્રેનમાંથી રશિયન સૈનિકોની પીછેહઠ દરમિયાન દેશની રાજધાની નજીક બૂચા શહેરમાં હત્યાઓ થઈ હોવાનું જાણવા મળ્યા બાદ રેલવે સ્ટેશન પરના હુમલાને પણ યુદ્ધ અપરાધ તરીકે વર્ગીકૃત કરવામાં આવી રહ્યો છે.
યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ક્રામેટોર્સ્ક શહેરમાં રેલવે સ્ટેશન પર મિસાઈલ હુમલા વખતે હજારો લોકો ત્યાં એકઠા થયા હતા. યુક્રેનના પ્રોસીક્યુટર જનરલના કાર્યાલયે જણાવ્યું હતું કે સ્ટેશનની આસપાસ લગભગ 4,000 નાગરિકો એકઠા થયા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા.