Western Times News

Gujarati News

જૂનાગઢના ગાંઠિલા મંદિરમાં મહાપાટોત્સવનો કાર્યક્રમમાં મોદી પાટીદારો માટે શું કહ્યું

જૂનાગઢના ગાંઠિલા મંદિરમાં રવિવારે મહાપાટોત્સવનો કાર્યક્રમ યોજાયો, ઉમાધામના મહાપાટોત્સવના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી જાેડાયા

પાટીદાર પાણીદાર ત્યારે જ બને જ્યારે પાણી હોયઃ વડાપ્રધાન

જૂનાગઢ, જૂનાગઢના ગાંઠિલા મંદિરમાં આજે મહાપાટોત્સવનો કાર્યક્રમ યોજાયો છે. ઉમાધામના મહાપટોત્સવના કાર્યક્રમમાં PM મોદી વર્ચ્યુઅલી જાેડાયા હતા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ પાણી, પ્રાકૃતિક ખેતી, પ્લાસ્ટિક મુક્ત જીવન અને કુપોષણ પર ભાર મૂક્યો હતો. તેમણે સમાજમાં આ બાબતોની કેટલી જરૂર છે તે વિશે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાટીદાર સમાજને અપીલ કરતા કહ્યું હતું કે ગામે ગામ ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા તંદુરસ્ત બાળક સ્પર્ધા કરો, કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા આહવાન કર્યું, આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ગામે ગામ તળાવ ઉંડા ઉતારી અમૃત તળાવ બનાવો,

દરેક ૧ જિલ્લામાં ૭૫ તળાવ ઉંડા ઉતારવા આહવાન, નેતાઓના હસ્તે ધ્વજ વંદન નહિ પણ ગામના વડીલોના હસ્તે આ જગ્યાએ ધ્વજ વંદન થવું જાેઈએ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અપીલ કરી હતી.

સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ હતું કે, દૂરથી પણ જૂના જાેગીઓના દર્શન થઈ રહ્યા છે તે ખુશીનો સમય છે. આજે ચૈત્રી નવરાત્રિનો નવમો દિવસ છે. સૌને મંગલ કામના છે કે મા સિદ્ધદાત્રી તમારી ઈચ્છા પૂરી કરે. મેં સામુહિકતાની શક્તિનો હંમેશા અહેસાસ કર્યો છે. આજે શ્રીરામનો પ્રોગ્ત્યમહોત્સવ છે. મને અગાઉ પણ અહી આવવાનો મોકો મળ્યો છે.

આ પાવનધામ શ્રદ્ધાનુ કેન્દ્ર તો છે, પણ હવે આ સ્થાન સામાજિક ચેતનાનુ કેન્દ્ર તથા ટુરિઝમ ક્ષેત્ર બન્યુ છે. મા ઉમિયાના ભક્તો જે પણ પૂરુ કરવાનુ હોય તે પૂરો કરવાનો પ્રયાસ તમે લોકોએ કર્યો છે. તેના માટે કર્તાધર્તાઓને અનેક અભિનંદન છે. મુખ્યમંત્રીએ લાગણીસભર વાત કરી. તેમણે કહ્યુ ધરતી માતા છે.

હું ઉમિયા માતાનો ભક્ત હોવુ તો ધરતી માતાને પીડા આપવાનુ કોઈ કારણ નથી. ધરતી માતાને બચાવવાનુ મોટુ અભિયાન છે. ભૂતકાળમા આપણે પાણીની અછતમાં જીવતા લોકો. દુષ્કાળ કાયમની ચિંતા રહી છે. પરંતુ પાણી માટે અનેક અભિયાન ચલાવ્યા. પાણી માટે મથામણ કરી. તે મુસીબતમાંથી આપણે હવે બહાર આવ્યા છીએ.

સૌના સાથ સહકારથી જન આંદોલન કરયુ છે. પરંતુ આજે પણ જળ સંચય માટેના પ્રયાસોમાં ઉદાસીનતા દાખવવી ન જાેઈએ. દર ચોમાસા પહેલાનું કામ કરવાનુ છે. હવે કેમિકલથી કેમ મુક્તિ મળે તેનો વિચાર કરવો પડશે. નહિ તો ધરતી માતા આપણી સેવા નહિ કરે. ગમે તેટલા મોંઘા બીજ વાવીશું તો પણ કંઈ નહિ નીકળે.

પ્રાકૃતિક ખેતી વિશે તેમણે કહ્યુ કે, મને ગર્વ છે ગુજરાતમાં મા ઉમિયા, મા ખોડલના ભક્તોએ દીકરી બચાવોનું આંદોલન ઉપાડ્યું. ગુજરાતની દિવ્યાંગ દીકરી ઓલિમ્પિકમાં જઈને જંગ જીતીને આવી છે. તેવી જ રીતે પ્રાકૃતિક ખેતી પર જેટલુ જાેર આપીશું, ધરતી માતા લીલીછમ થવા લાગશે.

ગુજરાત ખીલી ઉઠશે. તેવી જ રીતે આપણા ગુજરાતમાં બાળકો કુપોષિત હોય તે ચાલે નહિ. દીકરીઓની સ્વાસ્થયની ચિંતા વિશેષ કરવી જાેઈએ. તેનો એ અર્થ નથી કે પરિવાર ગરીબ છે. પણ બાળકોના ભોજન પર ખાસ ધ્યાન રાખવુ જાેઈએ, જેથી તેઓ તંદુરસ્ત બને. ગામના બાળકો હવે કુપોષણનો શિકાર નહિ બનવો જાેઈએ તેની ચિંતા કરવી જાેઈએ. બાળક સશક્ત હશે, તો સમાજ અને દેશ પણ સશક્ત થશે. હવે મા ઉમિયા ટ્રસ્ટ દ્વારા તંદુરસ્ત બાળ સ્પર્ધા થાય તેવુ કંઈ કરવુ જાેઈએ. ઈનામ આપવાથી વાતાવરણ બદલાઈ જશે.

તેમણે કહ્યું કે, મા ઉમિયાના ધામમાં અનેક કાર્યક્રમો કરી શકાય છે, તો જ આ સ્થળ સાચા અર્થમા સામાજિક ચેતનાનુ કેન્દ્ર બનશે. ૨૦૪૭ માં દેશ આઝાદીના ૧૦૦ વર્ષ ઉજવશે, ત્યારે આપણે, આપણુ ગામ, સમાજ, દેશ ક્યા હશે તે સંકલ્પના દરેક નાગરિકમાં હોવી જાેઈએ.

એક વિચાર મારા મનના આવ્યો છએ કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવી શકીએ. આજથી ૨૫ વર્ષ બાદ આગામી પેઢી જાેશે કે અમારા ગામના લોકોએ આ તલાવ બનાવ્યુ હતું. પાટીદાર પાણીદાર ત્યારે જ બને જ્યારે પાણી હોય. ગામ તળાવથી જ સમૃદ્ધ થશે. આ મોટુ કામ નથી. આપણે અનેક ચેકડેમ બનાવ્યા છે. દર ૧૫ ઓગસ્ટે તળાવ પાસે ઝંડારોપણ પણ કરો. ગામના વડીલો દ્વારા ધ્વજવંદન કરાવો.

આ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદાર નેતાઓ, આગેવાનો પણ જાેડાયા હતા. તો ખોડલધામ ચેરમેન નરેશ પટેલ પણ મહાપાટોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. નરેશ પટેલે મા ઉમિયાને શીશ ઝુકાવ્યું, માતાજીના દર્શન અને આરતી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.