શું રશિયા-યુક્રેન યુધ્ધ અટકશે? એવું તે શું થયું કે બ્રિટનના પ્રધાનમંત્રી અચાનક યુક્રેન પહોંચ્યા
કિવ, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન અચાનક યુક્રેન પહોંચી ગયા છે. ત્યાં તેઓ યુક્રેનની રાજધાની કિવના રસ્તાઓ પર ઘૂમતા જાેવા મળ્યા. તેમની સાથે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી પણ જાેવા મળ્યા. યુક્રેનની સરકાર દ્વારા આ વીડિયો શેર કરાયો છે. Britain PM Borris Johnson met with Ukrain President Volodymyr Zelenskyy.
બે મિનિટથી વધુ લંબાઈવાળા આ વીડિયોમાં બંને નેતાઓ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ઘેરામાં સ્નાઈપર્સ તથા અન્ય સુરક્ષા વચ્ચે ઘૂમી રહ્યા છે. અત્રે જણાવવાનું કે આ દરમિયાન જેલેન્સ્કી અને જ્હોન્સન બંને સતત રસ્તા પર મળનારા લોકોનું અભિવાદન કરતા રહ્યા. અત્રે જણાવવાનું કે આ રાહગીરોમાંથી એક બ્રિટિશ નેતાને યુક્રેનના રસ્તાઓ પર જાેઈને ભાવુક પણ થઈ જાય છે.
ભાવુક થયેલા રાહગીરે કહ્યું કે અમને તમારી જરૂર છે. જ્હોનસને તેનો જવાબ આપતા કહ્યું કે તમને મળીને સારું લાગ્યું. તમારી પાસે એક સારા રાષ્ટ્રપતિ મિસ્ટર જેલેન્સ્કી છે. અમને મદદ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. ૨૪ ફેબ્રુઆરીએ રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ શરૂ કરાયું હતું. રશિયા અને યુક્રેનની લડાઈ બાદ પહેલીવાર એવું બન્યું છે કે
જ્યારે જી ૭ના કોઈ નેતા યુક્રેન પહોંચ્યા છે. બ્રિટિશ પ્રધાનમંત્રીએ ૧૨૦ બખ્તરબંધ વાહનો અને એન્ટી શીપ મિસાઈલ સિસ્ટમ આપવાનું વચન આપ્યું છે. તેમણે વિશ્વ બેંકની લોનમાં વધારાના ૫૦૦ મિલિયન ડોલરની પણ પુષ્ટિ કરી છે. તેનાથી ઈંગ્લેન્ડની કુલ ઋણ ગેરંટી એક અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે.
અત્રે જણાવવાનું કે રશિયાની સેના દ્વારા હુમલા તેજ કરાયા છે. આ બધા વચ્ચે યુક્રેનના પક્ષમાં રશિયા પર અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પણ લાગ્યા છે. આ હુમલાના કારણે લાખો યુક્રેની નાગરિકોએ પોતાનો જ દેશ છોડવાનો વારો આવ્યો છે. સેંકડો લોકોના જીવ પણ ગયા છે. જાે કે યુક્રેની સેના સતત રશિયાના હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે.