અમદાવાદ અને સૂરત શહેરની હવા સૌથી વધારે પ્રદૂષિત
દેશમાં વાયુ પ્રદૂષણથી ૯ શહેરોમાં ૧ લાખ લોકોના અકાળે મોત
નવીદિલ્હી, દક્ષિણ એશિયાના શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે અકાળે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. એક સંશોધન મુજબ, ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે મુંબઈ, બેંગ્લોર, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઈ, સુરત, પુણે અને અમદાવાદમાં અંદાજે ૧,૦૦,૦૦૦ અકાળ મૃત્યુ થયા છે.
યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ અને યુસીએલના સંશોધકોની આગેવાની હેઠળના અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે ઝડપથી વિકસતા ઉષ્ણકટિબંધીય શહેરોમાં, ૧૪ વર્ષમાં લગભગ ૧૮૦,૦૦૦ ટાળી શકાય તેવા મૃત્યુ વાયુ પ્રદૂષણમાં ઝડપી વધારાને કારણે થયા છે.
સંશોધનમાં જે શહેરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે દક્ષિણ એશિયાઃ અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, ચટગાંવ, ઢાકા, હૈદરાબાદ, કરાચી, કોલકાતા, મુંબઈ, પુણે અને સુરત.દક્ષિણપૂર્વ એશિયાઃ બેંગકોક, હનોઈ, હો ચી મિન્હ સિટી, જકાર્તા, મનિલા, ફ્નોમ પેન્હ અને યાંગોન.
મધ્ય પૂર્વઃ રિયાધ અને સના આફ્રિકાઃ આબિજાન, અબુજા, અદીસ અબાબા, એન્ટાનાનારીવો, બમાકો, બ્લેન્ટાયર, કોનાક્રી, ડાકાર, દાર એસ સલામ, ઇબાદાન, કડુના, કમ્પાલા, કાનો, ખાર્તુમ, કિગાલી, કિન્શાસા, લાગોસ, લિલોંગવે, લુઆન્ડા, લુબુમ્બાશી, મોમ્બાસા, લુસાનાકા , નૈરોબી, નિયામી અને ઔગાડોગૌ.
સ્ટડીને આધારે એવું કહી શકાય કે ગુજરાતના અમદાવાદ અને સૂરત શહેરની હવા સૌથી વધારે પ્રદૂષિત છે. વાયુ પ્રદૂષણને કારણે ભારતના જે ૯ શહેરોમાં ૧ લાખના અકાળ મોતની સંશોધનમાં વાત કરવામાં આવી છે તેમાં અમદાવાદ અને સુરત શહેર પણ સામેલ છે માટે લોકોએ વધારે ચેતી જવાની જરુર છે.