કોરોના દરમ્યાન એક વર્ષમાં 4800 કરોડનું દૂધ ઉત્પાદનોનું ઇ-માર્કેટ થકી વેચાણ થયું
દેશને દૂધ ઉત્પાદક ક્ષેત્રે આર્ત્મનિભર બનાવવામાં પશુપાલકોનું યોગદાન મહત્વનુંઃ અમિત શાહ
(પ્રતિનિધિ) ગાંધીનગર, આપણો દેશ દૂધ ઉત્પાદક ક્ષેત્રે આર્ત્મનિભર બન્યો છે, તે વાત આનંદની છે. પરંતુ દૂધ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર બની ગયા તે વાતનો સંતોષ માની આપણે અટકવાનું નથી, તેવું NCDFI નો ગાંધીનગર ખાતે યોજાયેલ પ૦ વર્ષ પૂર્ણ – ઇ માર્કેટ એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું.
ભગવાન શ્રી રામની જન્મ જયંતિ નિમિત્તે સર્વેને શુભકામનાઓ પાઠવી તેમણે દૂધ ઉત્પાદનનો ખર્ચ કેમ ઘટે, પશુ આહારની કિંમતમાં કેવી રીતે ઘટાડી શકાય અને દૂધ ઉત્પાદન વિશ્વના માર્કેટમાં કેમ વધુ સરળતાથી વેચાણ કરી શકાય, તેનું મનોમંથન કરવાની ખાસ જરૂર છે.
એન.સી.ડી.એફ.આઇ.ના પ૦ વર્ષ પૂર્ણ થવા બદલ આ સંસ્થામાં યોગદાન આપનાર સર્વેને અભિનંદન પાઠવી તેમણે જણાવ્યું હતું કે, કોઇપણ સંસ્થાના સુવર્ણ જયંતિની ઉજવણી એટલે તે સંસ્થાએ હાંસલ કરેલી સિધ્ધીઓને યાદ કરવાનો સમય. પણ આ પ્રસંગે આગામી સમયમાં કેમ સંસ્થાની વધુમાં વધુ પ્રગતિ થાય તેનું ચિતન કરવું પણ તેટલું જ જરૂરી છે.
આ સંસ્થા ભાઇચારા વ્યવહાર સાથે સમગ્ર દેશમાં કામ કરે છે, તે વાતની પ્રસંશા કરી હતી. તેમજ ભારત દેશને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં આ સંસ્થાનો સિહં ફાળો છે, તેવું પણ ઉમેર્યું હતું.
દેશને દૂધ ઉત્પાદક ક્ષેત્રે આર્ત્મનિભર બનાવવામાં પશુપાલકોનું યોગદાન મહત્વનું છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, પશુપાલન થકી આજે ગામડાઓની મહિલાઓ ર્સ્વનિભર બની છે. તેમજ સન્માનભેર જીવન જીવી રહી છે. તેમણે પશુપાલકો- ઘરતીપુત્રોની આવક બમણી કરવા માટે ખેતી સાથે સાથે મધમાખી, પ્રાકૃતિક ખેતી પર લઇ જવાની જરૂરી છે.
આ કાર્ય ડેરી સેકટર સફળતાથી કરી શકે તેમ છે. દેશભરમાં આર્ગેનિક ઉત્પાદનની ચેન બનાવવાની દિશામાં કાર્ય કરવામાં આવનાર છે. અમૂલ ડેરી આ દિશામાં આર્ગેનિક ઉત્પાદનમાં સૌનો વિશ્વાસ સંપાદન થાય તે માટે લેબોરેટરીનું નિર્માણ કરશે. તેમણે કોવિડ- ૧૯ની મહાબિમારી દરમ્યાન પણ દેશમાં દૂધ સપ્લાયનું સુચારું આયોજન કરવા બદલ પણ આ કાર્યમાં સંકાળાયેલા સર્વે લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી બી.એલ. વર્માએ જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદન ક્ષેત્રે દેશ આર્ત્મનિભર બન્યો છે. તે વાત આનંદની છે. આ ક્ષેત્રમાં ઇ- માર્કેટનો આરંભ વર્ષ- ૨૦૧૫માં કરવામાં આવ્યો હતો. વર્ષ- ૨૦૨૧-૨૨માં ૪૮૦૦ કરોડથી વધુનું ઇ-માર્કેટ થકી વેચાણ થયું છે. સહકારી ક્ષેત્રને મજબૂત કરવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કરી રહ્યા છે.
ગુજરાત રાજયના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રને દેશનું ખૂબ મોટું ક્ષેત્ર છે. આ ક્ષેત્રને બળ આપવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સહકાર મંત્રાલય ઉભા કરીને કર્યું છે. દેશની વસ્તીને સહકારી ક્ષેત્ર થકી દૂધ અને તેની ઉત્પાદિત અનેક વસ્તુઓ સરળતાથી મળી રહે છે.
આર.બી.આઇના સતીષ મરાઠે જણાવ્યું હતું કે, ભારત દૂધ ઉત્પાદક ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. પરંતુ આ સંસ્થા સાથે દેશની ૧.૩૦ લાખ મંડળીઓ જાેડાયેલ છે. પરંતુ વધુ મંડળીઓ બનાવવાની જરૂર છે. તેની સાથે ડેરી સેકટરમાં ઉત્પાદન ક્ષેત્રે રેટ ઘટાડવાની જરુરિયાત છે. તેની સાથે સમય સાથે ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવો ખૂબ જરૂરી છે.
NDDB ના ચેરમેન મિનેષ શાહે જણાવ્યું હતું કે, વિશ્વામાં બે ટકા દૂધ ઉત્પાદનમાં વૃઘ્ઘિ હતી. ત્યારે આપણા દેશમાં દૂધ ઉત્પાદનની વૃધ્ધિ છ ટકા જેટલી હતી. તેમજ સપ્ટેમ્બર- ૨૦૨૨માં ૪૮ વર્ષ બાદ વિશ્વ ડેરી શિખર સંમેલન યોજાશે.તેની સાથે દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્ર આવેલી ક્રાંતિની રસપદ માહિતી પણ આપી હતી.
NCDFI ના અધ્યક્ષ મંગલજીત રાયે મહાનુભાવોનું સ્વાગત કરીને જણાવ્યું હતું કે, આ સંસ્થાની સ્થાપના ૧૯૭૦માં કરવામાં આવી હતી. દેશમાં ડેરી વિકાસ કરવામાં આ સંસ્થાનું યોગદાન મહત્વનું છે. ડેરી વિકાસ કરવા માટે વર્ષ- ૨૦૧૫ માં તા. ૧૫મી જૂન થી સમગ્ર દેશમાં ઇ- માર્કેટ શરૂ કરવામાં આવ્યું હતું.
જેમા વર્ષ- ૨૦૨૧-૨૨ માં ૫૨ ટકા વૃધ્ધિ ઇ- માર્કેટમાં થઇ છે. આજે આ સંસ્થા સાથે ૨૭ રાજયના ૨૨૩ જિલ્લાની ૧.૯૬ લાખ દૂધ ઉત્પાદક મંડળીઓ જાેડાયેલ છે.
આ પ્રસંગે સહકાર મંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં સ્લરી આધારિત જૈવિક ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે NDDB અને GSFC વચ્ચે MoU થયા હતા. NDDB દ્વારા ગુજરાતમાં ગોબરધન યોજનાની અમલીકરણ કરવામાં આવી હતી. સહકાર મંત્રીના હસ્તે દેશમાં ઇ-માર્કેટમાં અગ્રેસર રહેનાર મંડળીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીના વાઇસ ચાન્સલેર જયંતકુમાર વ્યાસ સહિત દેશના વિવિધ પ્રાંતમાંથી અલગ અલગ મંડળીઓના ચેરમેનઓ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.