હવે રેલવે સ્ટેશન પર હેન્ડલુમ કાર્પેટ અને ફલોરિંગ પ્રોડક્ટનું વેચાણ થશે
અમદાવાદ સ્ટેશન પર ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના હેઠળ હેન્ડલૂમ કાર્પેટ અને અન્ય ફ્લોરિંગ પ્રોડક્ટનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો
અમદાવાદ, ભારતીય રેલવેએ આર્ત્મનિભર ભારતની પરિકલ્પનાને સાકાર કરતાં સ્થાનિક ઉત્પાદનોની લોકપ્રિયતા તેમ જ તેને સર્વ સુલભ બનાવવા માટે વર્ષ ૨૦૨૨-૨૩ના કેન્દ્રીય બજેટમાં ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના’ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત અમદાવાદ રેલવે સ્ટેશન પર હેન્ડલૂમ કાર્પેટ તેમ જ અન્ય ફ્લોરિંગ પ્રોડક્ટ’નો પ્રાયોગિક ધોરણે એક સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે, જેનો રેલવેમાં મુસાફરી કરનારાઓને લાભ થઇ શકશે.
મંડલ રેલ મેનેજર અમદાવાદ,તરુણ જૈને આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે આ યોજનાનો હેતુ મુસાફરોને શ્રેષ્ઠ ગુણવત્તા તથા સારા સ્થાનિક ઉત્પાદનોને વ્યાજબી ભાવે મુસાફરોને આપવાના છે. તે સાથે જ સ્થાનિક ઉત્પાદકો આર્ટિજનને પણ લાભ મળે તે રીતે તેમને આર્ત્મનિભર બનાવવાનો છે.
એ માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર કોનકર્સ હોલમાં ગેટ નં.૧ પાસે ‘હેન્ડલૂમ કાર્પેટ અને અન્ય ફ્લોરિંગ પ્રોડક્ટ’નો એક સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. આ સ્ટોલ પ્રાયોગિક સ્તરે આગામી પંદર દિવસો માટે રૂ. ૫૦૦ના સામાન્ય ટોકન રકમ પર શરૂ કરાયો છે.
મંડલ રેલના પ્રવક્તા અમદાવાદના જણાવ્યા અનુસાર, આ યોજના અંતર્ગત રેલવે સ્ટેશનો પર એવી જગ્યાએ ખાસ વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે. આવા સ્ટોલ શરૂ કરવાથી જે રેલવે સ્ટેશન પર મુસાફરો ઊતરશે, તેઓ ત્યાંના ખાસ સ્થાનિક ઉત્પાદનો અંગે સહેલાઇથી જાણી શકશે.
વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજનાનો મુખ્ય હેતુ રેલવેના ઉપયોગ દ્વારા સ્થાનિક ઉત્પાદનોની શ્રેણીને વધારે સઆ કાર્યક્રમ દરમિયાન મંડલ રેલ મેનેજર તરુણ જૈન, વરિષ્ઠ મંડળ વાણિજ્ય મેનેજર રવીન્દ્ર શ્રીવાસ્તવ, સ્ટેશન મેનેજર અનુરાગ શિબ્બૂ, આસિસ્ટન્ટ વાણિજ્ય મેનેજર હિતેશ જાેશી સહિત અન્ય અધિકારીઓ, રેલવે કર્મચારીઓ તેમજ મીડિયા હાજર રહ્યા હતા.