ખેરોજ પંથકમાં વન દવ ન લાગે તે માટે લોકોને વન વિભાગ દ્વારા માર્ગ દર્શન કરાયું
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા)
ખેબ્રહ્મામાં ક્ષેત્રિય રેંજ દ્વારા ખેરોજ રાઉન્ડમાં આવતા ગામો જેવા કે ખેરોજ, ઉમ્બોરા નવા મોટા, મોટા બાવળ, નાના બાવળ, મીઠીબિલી, બાવળકાઠીયા,, રતનપુર, ચાગોદ, દાણ મહુડી, વિગેરે ગામોના જંગલોમાં વન દવ ન લાગે તે માટે
તથા ખોટી અંધશ્રદ્ધા કે અન્ય નુકશાન કરવાના ઈરાદાથી જંગલની આજુબાજુ માં રહેતા રેન્જ સ્ટાફ દ્વારા જંગલમાં વન દવ ન લગાડવો તે બાબતે, વનથી થતા ફાયદા ઓથી વિસ્ત્રૂત માહિતગાર કરાયા અને જંગલ ચકાસણી કરવામા આવી. જેમાં આર.એફ.ઓ.
જે.પી.ચાવડા તથા શ્રીમતિ બી.બી. પટેલ વનપાલ ખેરોજ, એસ્આર. રાઠોડ વન રક્ષક ખેરોજ, તથા અન્ય સ્ટાફ કુલ ચાર વન રક્ષક અને ૨૦ રોજમદારો મળી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી. હતી. જંગલ બચાવો વરસાદ લાવો પાણી બચાવો વિગેરે ની આપણા માનવ જીવન માં થતી અસરો બાબતે માર્ગદર્શન આપ્યું હતું.