પાલીતાણા-બાંદ્રા સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન સોનગઢ સ્ટેશન પર પણ રોકાશે
ટ્રેન નં. 09028 પાલીતાણા-બાંદ્રા ટર્મિનસ સુપર ફાસ્ટ વિશેષ ટ્રેન વિશેષ ભાડા સાથે ગુરુવારે પાલીતાણા થી સવારે 07:35 કલાકે ઉપડીને એ જ દિવસે 21:50 કલાકે બાંદ્રા ટર્મિનસ પહુંચશે, આ ટ્રેન 17 ઓક્ટોબર, 2019 થી 2 જાન્યુઆરી, 2020 સુધી ચાલશે.
આ પ્રમાણે, પરત માં ટ્રેન નં. 09027 બાંદ્રા ટર્મિનસ-પાલીતાણા સુપર ફાસ્ટ વિશેષ ભાડા સાથે બાંદ્રા ટર્મિનસ થી બુધવારે 15:25 કલાકે ઉપડીને આગલા દિવસે 05:30 કલાકે પાલીતાણા પહુંચશે, આ ટ્રેન 16 ઓક્ટોબર, 2019 થી 1 જાન્યુઆરી 2020 સુધી ચાલશે. આ ટ્રેન માં એસી 2 ટીયર, એસી 3 ટીયર, સ્લીપર તથા સેકન્ડ ક્લાસના જનરલ કોચ રહેશે, આ ટ્રેન યાત્રા દરમિયાન બંને દિશાઓમાં સિહોર (ગુજરાત), સોનગઢ, ધોળા જં. બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી તથા બોરીવલ્લી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેન માં સીટોનું બુકિંગ 09 ઓક્ટોબર, 2019 થી શરુ થઇ ચૂકયું છે.