તેમના જીવનનો અંત થયો અને મારી શરુઆત થઈ:નીતુ કપૂર

મુંબઇ, પતિના વિરહમાં નીતુએ કહ્યું કે, જ્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સંબંધ વિશે જાણવા મળ્યું તેમણે ખુશી વ્યક્ત કરી હતી.૬૩ વર્ષની ઉંમરે પણ દિગ્ગજ એક્ટ્રેસ નીતુ કપૂરની સુંદરતામાં કોઈ કમી દેખાતી નથી.
જ્યારે તેમને તેમની સુંદરતાનું રહસ્ય પૂછવામાં આવ્યું તો તેઓએ હસતા ચહેરાએ જવાબ આપ્યો કે, હું મારી જાતને લઈને ખૂબ જ સતર્ક છું. મારા લૂકને હું વધુ સમય આપું છું. આ સાથે જ એક્ટ્રેસે પોતાના ટીવી પર ડેબ્યૂ કરવાની વાત પણ કરી હતી.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેઓએ ડાન્સ દિવાને જૂનિયર્સની સાથે પોતાના ટીવી ડેબ્યૂને લઈને પોતાનું એક્સાઈમેન્ટ શેર કર્યું હતું. નીતુ કપૂરે કહ્યું કે, જ્યારે નિર્માતાઓએ આ માટે મારો સંપર્ક કર્યો તો હું ખૂબ જ એક્સાઈટેડ હતી. કારણ કે આ એક બાળકોનો શો છે અને મને બાળકો પ્રત્યે ખૂબ જ લગાવ છે. આ સિવાય ટીવીનો આખો માહોલ મારા માટે નવો છે. એટલા માટે હું ખરેખર ખૂબ જ ખુશ છું.
નીતુ કપૂર માટે આ શો તેમની ખૂબ જ નજીક છે, કારણ કે તેઓએ ૩૧ માર્ચના રોજ એનું કામ શરુ કર્યું હતું. એ સમયે જ તેમના દિવંગત પતિ ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીન રિલીઝ થઈ હતી. આ અંગે તેઓએ જણાવ્યું કે, ખરેખરમાં આ મારા માટે ભાવનાત્મક રીતે ખૂબ જ પડકારભર્યું હતું, કારણ કે ઋષિજીની છેલ્લી ફિલ્મ પણ એ જ દિવસે રિલીઝ થઈ હતી.
એ દિવસે મેં આ શોનું શૂટિંગ શરુ કર્યું હતું. ખરેખરમાં આ ખૂબ જ અજુગતુ હતુ. જ્યાં તેમની યાત્રા સમાપ્ત થઈ અને ત્યાંથી મારી યાત્રા ફરીથી શરુ થઈ. નીતુ કપૂરે પોતાના ટીવી ડેબ્યૂ વિશે વાત કરતા કહ્યું કે, આ મારા માટે ખરેખર પડકારભર્યુ રહ્યું અને ખૂબ જ નવું છે. આ જ રીતે જુગ જુગ જીયો એ પણ એક પડકાર હતો.
જ્યારે મેં ફિલ્મ કરી ત્યારે મારો આત્મવિશ્વાસ શૂન્ય હતો, કારણ કે મારા પતિનું નિધન થઈ ગયું હતું, પરંતુ ધીરે ધીરે એ વાતે મને આત્મવિશ્વાસ આપ્યો. પહેલો દિવસ સારો નહોતો. પરંતુ સમય પસાર થવાની સાથે મારો આત્મવિશ્વાસ પાછો આવવા લાગ્યો. નીતુ કપૂરે એવું પણ કહ્યું કે, જ્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના સંબંધ વિશે જાણવા મળ્યું તેમણે ખુશી વ્યક્ત કરી હતી.sss