Western Times News

Gujarati News

ભારતીય મિડલક્લાસ મોંઘવારીના સકંજામાં બરાબર ભીંસાયો

નવીદિલ્હી, પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણગેસ સહિત તમામ ચીજવસ્તુઓ મોંઘી થવાથી ભારતીય મિડલક્લાસ મોંઘવારીના સકંજામાં બરાબર ભીંસાયો છે.

દરેક કોમોડિટી અને આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી હોવાથી ઘણા પરિવારો પાસે ખર્ચકાપ કરવા સિવાય બીજાે કોઈ ઉપાય નથી. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન સાધી શકાય તેમ ન હોવાથી લોકોએ આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી પણ બંધ કરી દીધી છે અથવા તેમાં કાપ મુકયો છે.

દેશના ટોચના ઇકોનોમિસ્ટના માનવા પ્રમાણે લોકોએ તાજેતરમાં બિસ્કિટ, બ્રેકફાસ્ટ માટેના રેડીમેડ પેકિંગ્સ, ઓટોમોબાઈલ, હેર ઓઈલ, શેમ્પૂ, ડિટર્જન્ટ અને વ્હાઈટ ગુડ્‌સની ખરીદીમાં કાપ મુકયો છે. મોંઘા ઇંધણ અને બીજા ચાર્જના કારણે લોકોને આ બધા ખર્ચ પોસાતા નથી.

અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ઇંધણના ભાવમાં વધારાના કારણે પેટ્રોલ-ડીઝલ અને ટ્રાન્સપોર્ટના ખર્ચમાં ૨.૫ ટકા જેટલો વધારો થઈ શકે છે. તેના કારણે ઘરગથ્થુ બજેટ ખોરવાયું છે. કંપનીઓ બધો ભાવવધારો ગ્રાહકો પર નાખી રહી હોવાથી જુદી જુદી પ્રોડક્ટની ડિમાન્ડને અસર થઈ છે.

આ ઉપરાંત કોવિડ નિયંત્રણમાં આવ્યા પછી જુદી જુદી ચીજાેની ડિમાન્ડની પેટર્ન પણ બદલાઈ છે. નોન-ફયુઅલ અને ટ્રાન્સપોર્ટના વપરાશમાં ૧.૭ ટકાનો ઘટાડો થવાની શકયતા છે. તેનું કારણ એ છે કે ફુગાવો ૫.૧ ટકાથી ૬.૨ ટકાની રેન્જમાં પહોંચ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.