કોંગ્રેસનું આઝાદ ભારતનું નેતૃત્વ અને વૈચારિક મનોમંથન પુનઃસ્થાપિત કરાય તો ગુજરાતની ચૂંટણી ‘ધર્મયુદ્ધ’ બની શકે છે?!
કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર, રધુ શર્મા અને જગદીશભાઈ ઠાકોર અને ભાજપ તરફથી નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહ, ભુપેન્દ્રભાઈ પટેલ, સી.આર.પાટીલ વચ્ચે સત્તાનુ સમુદ્રમંથન સર્જાય તો શું પરિણામ આવશે?!
તસવીર ઐતિહાસિક સત્યને રજૂ કરે છે તસ્વીર સવેદનાત્મ્ક ચિંતન અને મંથન રજૂ કરે છે! તસ્વીર નેતાઓ વચ્ચેની ભાવનાત્મક એકતા અને વૈચારિક ઉદારતાનો દૃષ્ટિકોણ રજુ કરે છે એટલું જ નહીં સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર શ્રી રાજેન્દ્ર પ્રસાદ, વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી શ્રી સરદાર પટેલ આ ત્રણેય એવા નેતા હતા તેમના વચ્ચે હોદ્દાઓ માટે વ્યક્તિગત અંગત સ્પર્ધા નહોતી!! સત્તાની સ્પર્ધા નહોતી!
વૈચારિક વિચાર વિમર્શ માં દરેક પ્રતિભાવોનો અલગ મત હોવો એ ‘મતભેદ’ કહેવાય ‘મનભેદ’ ના કહેવાય! અખંડ ભારતના સરદાર પટેલનું મહત્વનું પ્રદાન હતું અને કોંગ્રેસમાં એકતા વગર એ કામ સાકાર થઈ શકે પરંતુ આજે કોંગ્રેસમુક્ત ભારતની એક બાજુ રાજકીય વિચારો મુકાય છે ત્યારે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, પંડિત જવાલાલ નેહરૂ અને સરદાર પટેલ વચ્ચેના વ્યક્તિગત અંગત સંબંધો થી જે માહિતગાર છે
એવા પાટીદાર સમાજના અનેક આગેવાનો આજે કોંગ્રેસ સાથે જ છે!! અને આગામી દિવસોમાં શું થાય છે એ જાેવાનું રહે છે!! બીજી નીચેની તસવીર ડાબી બાજુથી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની છે બીજી તસવીર ૨૦૨૨ ની ચૂંટણીલક્ષી કોંગ્રેસ ની રણનીતિકાર શ્રી પ્રશાંત કિશોરની છે.
ત્રીજી તસ્વીર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુભાઈ શર્મા ની છે ચોથી તસ્વીર પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર ની છે જેઓ કોંગ્રેસને જીતાડવા કમર કશશે! જમણી બાજુની તસવીર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી બીજી તસ્વીર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ત્રીજી તસ્વીર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચોથી તસ્વીર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની છે તેઓ કોંગ્રેસમુક્ત ભારત નો મુદ્દો લાવશે જાેઈએ રાજકીય ચૂંટણી નુ મહાભારત કેવો રંગ લાવે છે?!
(તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
ભગવાન પાસે માનવીને માપવાની માપપટ્ટી છે તે વ્યક્તિના હૃદયમાં આપે છે – લોર્ડ ચેસ્ટરફિલ્ડ
બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું છે કે ‘‘રસ્તે ભસતા કુતરા તરફ પથ્થર પર ઊભા રહેશો તો તમે ક્યારે તમારી મંઝિલે નહીં પહોંચી શકો’’!! જયારે લોર્ડ ચેસ્ટર ફિલ્ડ નામના વિચારકે સરસ કહ્યું છે કે ‘‘ભગવાન પાસે પણ માનવીને માપવાની માપપટ્ટી છે પણ તે વ્યક્તિના મનને નહીં હૃદય આપે છે’’!!
ગુજરાતમાં ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી જીતવા આધારે વોટ બેંક સુરક્ષિત કરવા દરેક સત્તાવાન્છુક રાજકીય પક્ષોના આગેવાનો કામે લાગ્યા છે ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા અને તેના પર વિસ્તૃત ભાષણબાજી કરનારા નેતાઓ મતદારોને રીઝવવા માટે લોભામણી જાહેરાત કરી અપ્રત્યક્ષ ભ્રષ્ટાચાર આચરવામાં પડ્યા છે?!
પક્ષપાલતા નુ રાજકારણ પણ રાજકીય દુરાચાર છે ભારતનું નાગરિકત્વ ધરાવતા પ્રત્યેક મતદારો પ્રથમ ભારતીય છે! પરંતુ સરદાર વલ્લભ પટેલે અખંડ ભારતની રચના માટે જિંદગી ખર્ચી નાખી હતી! મહાત્મા ગાંધી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, પંડિત જવાલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના ર્નિણયો ત્યારે ચૂંટણીલક્ષી નહોતા પરંતુ અંગત વિચાર વિમર્શ દ્વારા વ્યાપક રાષ્ટ્રહિતનો વિચાર કરતા હતા આવા નેતૃત્વ નો દેશમાં અને ગુજરાતમાં દુષ્કાળ પડયો છે?!