ન્યાયતંત્ર ‘લોકશાહી’ માં પ્રાણ પૂરવા પ્રયત્ન કરે છે પરંતુ પ્રજાની ઉદાસીનતાથી સર્જાતી સમસ્યાઓનું શું?!
‘સુપ્રીમકોર્ટએ બંધારણ છે’ – ન્યાયમૂર્તિ ફેકટર
પાકિસ્તાન અને વિશ્વના લોકશાહી દેશોમાં સત્તાવાન્છુકો દ્વારા લોકશાહી મુલ્યોના હનન સામે ન્યાયતંત્ર ‘લોકશાહી’ માં પ્રાણ પૂરવા પ્રયત્ન કરે છે પરંતુ પ્રજાની ઉદાસીનતાથી સર્જાતી સમસ્યાઓનું શું?!
તસવીર પાકિસ્તાની સંસદ છે જ્યારે બીજી તસવીર પાકિસ્તાનની સુપ્રિમકોર્ટની છે અને ઈન્સેટ તસવીર ડાબી બાજુથી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલવીની છે બીજી તસવીર પાકિસ્તાનના સંસદ નાયબ સ્પીકર અશાદ કવશીરની છે ત્રીજી તસવીર પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ઉમર અલી બન્દિઅલની છે તેમના વડપણ હેઠળની બેન્ચે પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટના જજ શ્રી મુનીબ અખ્તર,
જજ શ્રી મુહમ્મદ અલી મઝર, જજ શ્રી ઈજાઝ ઉલ હસન, જજ શ્રી જમાલ મન્દોકિલની બેન્ચમાં સુનાવણી થઇ છે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ઉમર અલી બન્દિઅલ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલવી દ્વારા સંસદ ભંગ કરવાનો અને ડેપ્યુટી સ્પીકર દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ રદ કરવાના ર્નિણય ગેરબંધારણીય જાહેર કરી રદ કરી દેતા પાકિસ્તાનમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે
લોકશાહી દેશમાં લશ્કર જ્યારે રાજકીય હસ્તક્ષેપ કરે છે ત્યારે લોકશાહી મુલ્યો સામે પ્રશ્નાર્થ સર્જાય છે! અને પાકિસ્તાનની લોકશાહી વ્યવસ્થામાં લશ્કરી તાકાતનો ઉપયોગ કરી રાજનેતાઓએ પોતાની ખુશીઓ ટકાવે છે તેમને છેલ્લે આ હસ્તક્ષેપ પાછળથી ભારે પડતો હોવાના પણ સંકેતો ની ચર્ચા પાકિસ્તાનમાં શરૂ થઈ છે લોકશાહી દેશમાં આઝાદી,લોકશાહી અને નાગરિક સ્વતંત્ર ટકે છે જ્યારે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્રમાં લશ્કરનો હસ્તક્ષેપ ના હોય!
પાકિસ્તાન માં અનેકવાર લશ્કરી શાસન સ્થપાઇ ચૂક્યા છે! બાંગ્લાદેશમાં કાયદા ના શાસન ને ટકાવી રાખવાનો મોટો પડકાર છે! જ્યાં જ્યાં અને જે જે દેશમાં સરમુખત્યારશાહી વિચારધારા ધરાવતા પક્ષો મજબૂત થઈ ‘આત્મપ્રશંસ’ પોતાની સત્તા ટકાવી રાખવા અને સત્તાનો વ્યાપ વધારી લોકશાહીમાં ક્યારેક બિનલોકશાહી કાયદા ઘડતા અને ર્નિણય લેતા આવા સત્તધીશો ને કોઈએ બ્રેક મારી હોય તો તે ન્યાયતંત્ર છે
જેને સત્તા વિશ્લેષણ નો સિદ્ધાંત ટકાવી રાખીને લોકશાહી મૂલ્યોની, દેશના બંધારણની રક્ષા કરી છે માટે તો અમેરિકાની સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિએ કહ્યું છે કે ‘સર્વોપરી અદાલત એ બંધારણ છ’ પાકિસ્તાન ની સુપ્રીમકોર્ટે લોકશાહી ઈતિહાસ લખતો આપેલો ચુકાદો શું દુરોગામી અસરો નીપજાવે છે તે જાેવાનું રહે છે
(તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સનેને કહ્યું છે કે ‘‘અદાલતોની સત્તા, વ્યક્તિના અધિકારો અને સરકારની ખાસ સત્તાવાળાઓની રક્ષક ગણાય છે”!! જ્યારે અમેરિકાના પ્રમુખ થોયોડોર રુજવેલ્તે કહ્યું છે કે ‘‘ન્યાયાધીશો બંધારણ નું અર્થઘટન કરતાં નવો જ કાયદો ઘડે છે”!!
લોકશાહી રાજ્યવ્યવસ્થા માં કાયદો ઘડવાની સત્તા ભલે હોય નવા સૈદ્ધાંતિક ર્નિણયો કરવાની સત્તા ભલે હોય પરંતુ તે દેશના બંધારણીય આદર્શો સાથે સુસંગત છે કે નહીં તેનો આખરી ફેસલો કરવાની છેવટની સત્તા દેશની સર્વોચ્ચ અદાલતને છે પાકિસ્તાની સંસદના ડેપ્યુટી સ્પીકર અને રાષ્ટ્રપતિએ સંસદનું વિસર્જન કરવાની ભલામણ સાથે ર્નિણય કર્યો છે તેને પાકિસ્તાનની સુપ્રિમકોટ ના ચીફ જસ્ટીસ શ્રી ઉમર અલી બન્દિઅલ ની ખંડપીઠે ફગાવી દીધી છે.
પાકિસ્તાનમાં સત્તાવાંછુકો દ્વારા સર્જવામાં આવતી કથિત અસ્થિરતા અને સત્તાધારી પક્ષ દ્વારા સત્તા નો વ્યાપ વધારવા થતા પ્રયત્નો વચ્ચેનો રાજકીય સંઘર્ષ કેટલો તંદુરસ્ત?! પાકિસ્તાનની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ ઉમર અલી બન્દિઅલની ખંડપીઠે બંધારણીય અર્થઘટન કરતા આપેલો ચુકાદો પાકિસ્તાનની જનતા માટે દીવાદાંડી સમાન બનશે ?!