ભાજપના પૂર્વ નગરસેવક દ્વારા ફાયરિંગ કરાતાં વિવાદ
વડોદરા, BJPના કેટલાક કાઉન્સિલરો, નેતાઓ બેફામ બન્યા છે તેવી ચર્ચા BJPમાં થઈ રહી છે. ત્યારે વધુ એક આવો જ કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. ભાજપના પૂર્વ નગરસેવક દ્ધારા લગ્ન પ્રસંગે ૧૭ માર્ચના રોજ હવામાં ફાયરિંગ કરતા વિવાદ સર્જાયો છે. હાલ ભાજપ નેતાનો ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ત્યારે શહેર BJP પ્રમુખ શું કોઈ મોટું એક્શન લેશે? તેવી પણ ચર્ચા BJP વર્તુળોમાં થઈ રહી છે. વડોદરામાં BJPના પૂર્વ નગરસેવક દ્ધારા ૧૭ માર્ચના રોજ યોજાયેલા લગ્ન પ્રસગમાં હવામાં ફાયરિંગ કરતો વીડિયો સામે આવ્યા બાદ વિવાદ સર્જાયો છે. પૂર્વ નગરસેવક દ્ધારા હવામાં બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે.
પાર્ટી પ્લોટના માલિકની દીકરીના લગ્ન પ્રસગમાં પૂર્વ નગરસેવકે કાયદાના લીરેલીરા ઉડાડ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ભાજપના પૂર્વ નગરસેવક અરવિંદ પ્રજાપતિનો વિડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો છે.
BJP નેતા અરવિંદ પ્રજાપતિ સામે પોલીસ ફરિયાદ નોંધાશે કે કેમ તે હવે મોટો સવાલ ઉભો થયો છે. તમને જણાવી દઈએ કે BJPના પૂર્વ નગરસેવકના ફાયરિંગનો વીડિયો સાથે દારૂની પાર્ટીના જુના ફોટા પણ વાયરલ થયા છે.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સમા-સાવલી રોડ પર આવેલ પાર્ટી પ્લોટની માલિકીની દીકરીના લગ્નપ્રસંગમાં BJPના વોર્ડ નં.૨ના માજી કાઉન્સિલર અરવિંદ પ્રજાપતિએ રિવોલ્વર કે પિસ્તોલમાંથી બે થી ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું.
લગ્નપ્રસંગમાં કરાયેલ ફાયરિંગનો કથિત વીડિયો BJPના જ સોશિયલ મીડિયા ગ્રૂપમાં વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. જાે કે, સામાન્ય રીતે લગ્નપ્રસંગે કે અન્ય કોઈ સ્થળે હવામાં ફાયરિંગની આવી ઘટનામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે લગ્નપ્રસંગમાં જાહેરમાં ફાયરિંગ કરતાં માજી કાઉન્સિલરનો વીડિયો વાયરલ થયો છે.SSS